મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મોરબી બ્રિજ દૂર્ઘટના કેસની તપાસ CBIને સોપવા હાઇકોર્ટમાં અરજી, ઓરેવા કંપની પાસે 2 કરોડના વળતરની માંગ

મોરબી બ્રિજ દૂર્ઘટના કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં CBI તપાસની માંગ સાથે અરજ

મોરબી બ્રિજ દૂર્ઘટના કેસની તપાસ CBIને સોપવા હાઇકોર્ટમાં અરજી, ઓરેવા કંપની પાસે 2 કરોડના વળતરની માંગ

મોરબી બ્રિજ દૂર્ઘટના કેસમાં ગુજરાત હાઇકોર્ટમાં CBI તપાસની માંગ સાથે અરજી કરવામાં આવી છે. બીજી તરફ મૃતકોના પરિવારોએ ઓરેવા કંપની પાસે 2 કરોડના વળતરની પણ માંગ કરી છે. મહત્ત્વપૂર્ણ છે કે મોરબીમાં 30 ઓક્ટોબર 2022ના રોજ ઝૂલતો પુલ તૂટી ગયો હતો. આ દરમિયાન 141 લોકોના મોત થયા હતા.

મોરબી બ્રિજ દૂર્ઘટનાનો કેસ CBIને સોપવા માંગ

મોરબી ઝૂલતો પુલ તૂટવા મામલે ગુજરાત હાઇકોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. મોરબી બ્રિજ કેસમાં અરજદાર દ્વારા CBI તપાસની માંગ કરવામાં આવી છે. મોરબી સિટી બી ડિવિઝન પાસેથી તપાસ CBI અથવા તેની સમકક્ષ એજન્સીને સોપવાની માંગ કરવામાં આવી છે. મોરબી કોર્ટમાં ચાલતા ટ્રાયલ, ચાર્જશીટને રદ કરી CBI કે તેની સમકક્ષ એજન્સીને તપાસ સોપવાની અરજદાર દ્વારા માંગ કરવામાં આવી છે.

અરજદારે અરજીમાં જણાવ્યું કે, ઓરેવા કંપનીનું નામ આરોપી તરીકે હોવા છતાં ત્યાં કોઇ તપાસ કે ડૉક્યુમેન્ટ જપ્ત કરવામાં આવ્યા નથી. કેસની તપાસ યોગ્ય દિશામાં ના થઇ રહી હોવાની અને એક તરફી તપાસ થતી હોવાનો આક્ષેપ અરજીમાં કરવામાં આવ્યો છે. અરજીમાં I.Oની તપાસ સામે પણ સવાલ ઉઠાવવામાં આવ્યા છે.

ઓરેવા કંપની પાસે 2 કરોડના વળતરની માંગ

બીજી તરફ મૃતકોના પરિવારોએ ઓરેવા કંપની પાસે 2 કરોડના વળતરની માંગ કરી છે. પીડિત પરિવારના વકીલ ઉત્કર્ષ દવે દ્વારા હાઇકોર્ટમાં સોગંદનામુ કરવામાં આવ્યું છે. કાયમી વિકલાંગ થયા છે તેમને 50 લાખ અને ગંભીર રીતે ઘાયલ થયેલા લોકોને 20 લાખનું વળતર આપવાની માંગ કરવામાં આવી છે.

આ સાથે જ બ્રિજની મરામતનો ખર્ચ ઓરેવા કંપની અને સરકારે સરખા ભાગે વહેંચવા પણ માંગ કરવામાં આવી છે. રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય હેઠળ ટેકનિકલ ટીમ દ્વારા બ્રિજના રિપેર અને રિસ્ટોરેશનની કામગીરી કરવાની પણ અરજીમાં માંગ કરાઇ છે. મહત્ત્વપૂર્ણ છે કે ગુજરાત હાઇકોર્ટની ખંડપીઠે વળતર અંગે સૂચનો મંગાવ્યા હતા.

આ સમાચાર શેર કરો