મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં મંદિરે દર્શન કરીને પરત ફરતી મહિલાના ગળામાંથી ચેઈન સ્નેચિંગ કરનાર 8 વર્ષે ઝડપાયો

સુરતમાં ચેઈન સ્નેચિંગની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે 8 વર્ષ અગાઉ ચેઈન સ્નેચિગ કરના

સુરતમાં મંદિરે દર્શન કરીને પરત ફરતી મહિલાના ગળામાંથી ચેઈન સ્નેચિંગ કરનાર 8 વર્ષે ઝડપાયો

સુરતમાં ચેઈન સ્નેચિંગની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે 8 વર્ષ અગાઉ ચેઈન સ્નેચિગ કરનાર આરોપીને ઝડપી લેવામાં આવ્યો છે. આરોપીએ મંદિરેથી પરત ફરી રહેલી મહિલાના ગળામાંથી ચેઈનની સ્નેચિંગ કરીને ફરાર થઈ ગયો હતો.

મહિલા ચાલીને જતી હતી

આરોપી અનિલ લાલાભાઈ રાઠોડ સવારના મંદિરે દર્શન કરી પરત પોતાના ઘરે જઈ રહેલી મહિલાના ગળામાંથી ચેઈનની સ્નેચિંગ કરી હતી. અનિલ રાઠોડસાથે સહ આરોપી શંકર પટેલ બન્ને મોટર સાયકલ પર આવ્યા હતાં. બાદમાં મહિલાના ગળામાંથી સોનાની હનુમાનજીના પેન્ડલ વાળી ચેઈન જેની કિમત 42 હજાર લઈને પાછળ બેઠેલ અનીલ લાલાભાઈ રાઠોડ નાસી ગયા હતા.

ગુનાહિત ઈતિહાસ

પકડાયેલ આરોપી સામે અગાઉ પણ કેસ નોંધાયેલા છે. ડિંડોલી અને અડાજણ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાયેલા છે. ત્યારે આઠ વર્ષે ફરીથી ઝડપાયેલા આરોપી સામે આકરામાં આકરી સજા કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે.

આ સમાચાર શેર કરો