મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં અંગત અદાવતમાં યુવાન પર હુમલો કરનારનો જાહેરમાં વરઘોડો, સાન ઠેકાણે લાવવા પ્રયાસ

સુરતમાં માથાભારે તત્વોના રૌફને ઓછો કરવા તથા લોકોમાં કાયદા વ્યવસ્થા પ્રત્યે સન્માન

સુરતમાં અંગત અદાવતમાં યુવાન પર હુમલો કરનારનો જાહેરમાં વરઘોડો, સાન ઠેકાણે લાવવા પ્રયાસ

સુરતમાં માથાભારે તત્વોના રૌફને ઓછો કરવા તથા લોકોમાં કાયદા વ્યવસ્થા પ્રત્યે સન્માન જળવાઈ રહે તે હેતુથી સુરત પોલીસ દ્વારા આરોપીઓના જાહેરમાં વરઘોડા કાઢવામાં આવી રહ્યા છે. ત્યારે અડાજણ વિસ્તારમાં અંગત અદાવતમાં તિક્ષણ અત્યારથી હુમલો કરનાર આરોપીનો જાહેરમાં વરઘોડો કાઢવામાં આવ્યો હતો.

દહેશત પેદા કરનાર ઝડપાયા

અડાજણ પોલીસે અનિલ અને તેના સાગરિતનો વરઘોડો કાઢ્યો હતો. અનિલ અને તેના સાગરીતે ભેગા મળીને સ્થાનિક વિસ્તારમાં પોતાની દહેશત ઉભી કરી હતી. બે દિવસ અગાઉ એક યુવાન પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. ત્યારબાદ પોલીસે અનિલ અને તેના સાગરિતોને ઝડપી લીધા હતા.

લોકોએ લગાવ્યા નારા

પોલીસે બે દિવસ અગાઉ હુમલો કરનારને ઝડપી લીધા હતા. પોલીસે એસએમસી આવાસમાં આરોપીઓનો વરઘોડો કાઢ્યો હતો. કારણ કે આ આરોપીઓ એસએમસી આવાસમાં પોતાની ધાક જમાવવા માટે અવારનવાર પ્રયત્ન કરતા હતા. જોકે આરોપીઓનો વરઘોડો નીકળ્યો ત્યારે પોલીસ દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને બિરદાવતા લોકોએ ગુજરાત સરકાર જીંદાબાદના નારા લગાવ્યા હતા.

આ સમાચાર શેર કરો