મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મહારાષ્ટ્ર: 'કેશ ફોર વોટ' કેસમાં અમદાવાદથી એકની ધરપકડ, દૂબઇ જવાની ફિરાકમાં હતો

મહારાષ્ટ્રના 'કેશ ફોર વોટ' કેસમાં EDએ અમદાવાદ એરપોર્ટ પરથી એક વ્યક્

મહારાષ્ટ્ર: 'કેશ ફોર વોટ' કેસમાં અમદાવાદથી એકની ધરપકડ, દૂબઇ જવાની ફિરાકમાં હતો

મહારાષ્ટ્રના 'કેશ ફોર વોટ' કેસમાં EDએ અમદાવાદ એરપોર્ટ પરથી એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ વ્યક્તિ દૂબઇ ભાગવાની ફિરાકમાં હતો. મહત્ત્વપૂર્ણ છે કે ભાજપના મહાસચિવ વિનોદ તાવડે પર વિરારમાં કેશ ફોર વોટ મામલે 5 કરોડ રૂપિયા વહેંચવાનો આરોપ લાગ્યો હતો.

મહારાષ્ટ્રના કેશ ફોર વોટ કેસમાં મની લોન્ડરિંગની તપાસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા વોન્ટેડ એક વ્યક્તિની અમદાવાદ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી ધરપકડ કરી છે. નાગની અરકમ મોહમ્મદ શફીને ED દ્વારા જાહેર લુકઆઉટ સર્ક્યુલર (LOC)ના આધારે અમદાવાદ એરપોર્ટ પર ઇમિગ્રેશન સત્તાવાળાઓએ અટકાવ્યો હતો. તેને કહ્યું કે તે દૂબઇ ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

કેન્દ્રીય એજન્સીએ ગત અઠવાડિયે માલેગાંવ સ્થિત વેપારી સિરાજ અહેમદ હારૂન મેમણ સામે નોંધાયેલા કેસમાં મહારાષ્ટ્ર અને ગુજરાતમાં સર્ચ હાથ ધર્યું હતું. 100 કરોડથી વધુના બેનામી વહેવારો માટે વિવિધ લોકોના બેંક ખાતાઓનો કથિત રીતે દૂરઉપયોગ કરવામાં આવ્યો હતો.

શું છે ઘટના?

મહારાષ્ટ્ર ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીના કદાવર નેતા અને રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે પર પૈસા વહેંચવાનો ગંભીર આરોપ લાગ્યો હતો.તાવડેને મુંબઈની હોટેલમાં વિપક્ષી પાર્ટી બહુજન વિકાસ અઘાડીના કાર્યકર્તાઓને ઘેરી લીધા હતા. BVA ના કાર્યકર્તાનો આરોપ છે કે, તાવડે 5 કરોડ રૂપિયા લઈને ત્યાં વહેંચવા આવ્યા હતાં. જોકે, તાવડેએ આ આરોપોને નકારી દીધા છે. બહુજન વિકાસ આઘાડીના વડા હિતેન્દ્ર ઠાકુર પોતાના દીકરા ક્ષિતિજ ઠાકુર સાથે હોટલ પહોંચ્યા છે. હિતેન્દ્રનો આરોપ છે કે, વિનોદ તાવડે 5 કરોડ રૂપિયા લઈને અહીં આવ્યા હતા. તેમની પાસેથી બે ડાયરીઓ મળી આવી છે.  જણાવી દઈએ કે હિતેન્દ્ર અને તેમનો પુત્ર બંને વસઈ અને નાલાસોપારાથી ધારાસભ્ય છે. આ વખતે ક્ષિતિજ ફરીથી નાલાસોપારા બેઠક પરથી ચૂંટણી લડી રહ્યા છે.

આ સમાચાર શેર કરો