મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નવસારીમાં ઠંડીનું જોર ઘટ્યું, તાપમાન 21 ડિગ્રી સુધી પહોંચતા લોકોને હાશકારો

નવસારી શહેરમાં છેલ્લા અઠવાડિયાથી ઠંડીનું જોર ક્રમશઃ ઘટી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર

નવસારીમાં ઠંડીનું જોર ઘટ્યું, તાપમાન 21 ડિગ્રી સુધી પહોંચતા લોકોને હાશકારો

નવસારી શહેરમાં છેલ્લા અઠવાડિયાથી ઠંડીનું જોર ક્રમશઃ ઘટી રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે અને આવતીકાલે શહેરનું તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 30 ડિગ્રી સુધી પહોંચી શકે છે.

આ પણ વાંચોઃ VIDEO: સુરતમાં શ્વાનને લઈને માથાકૂટ, આમને સામને આવેલા લોકો વચ્ચે મારામારી

ભેજનું પ્રમાણ 72 ટકા

વાતાવરણમાં આવેલા પરિવર્તન અંગે હવામાન વિભાગે જણાવ્યું કે, હાલમાં હવામાં ભેજનું પ્રમાણ 72 ટકા નોંધાયું છે અને પવનની ગતી 13 કિલોમીટર પ્રતિ કલાક રહી છે. જોકે, આગામી રવિવારે તાપમાનમાં ફરી ઘટાડો થવાની આગાહી કરવામાં આવી છે, જ્યાં લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી અને મહત્તમ તાપમાન 33 ડિગ્રી સુધી રહી શકે છે.

ઠંડી વધવાની આગાહી

હવામાન નિષ્ણાતોના મતે, આગામી બે દિવસ સુધી તાપમાનનો પારો ઊંચો રહેશે, ત્યારબાદ ફરી એકવાર ઠંડીનું મોજું ફરી વળવાની શક્યતા છે. નાગરિકોને હવામાન પરિવર્તન અનુસાર સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

આ સમાચાર શેર કરો