મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં 40 વર્ષથી સ્થપાતા ગણપતિ પંડાલની જગ્યાએ ચિકનની લારીનું દબાણ, રજૂઆત કરવા લોકો પહોંચ્યા સાંસદના ઘરે

ગણપતિ ઉત્સવને થોડા દિવસો બાકી રહ્યા છે. ત્યારે મૂર્તિઓ ઠેર ઠેર લાગતા પંડાલમા

સુરતમાં 40 વર્ષથી સ્થપાતા ગણપતિ પંડાલની જગ્યાએ ચિકનની લારીનું દબાણ, રજૂઆત કરવા લોકો પહોંચ્યા સાંસદના ઘરે

ગણપતિ ઉત્સવને થોડા દિવસો બાકી રહ્યા છે. ત્યારે મૂર્તિઓ ઠેર ઠેર લાગતા પંડાલમાં આવી ગઈ છે. જો કે, સુરતના અડાજણ વિસ્તારમાં જ્યાં 40 વર્ષથી ગણપતિ પંડાલ ઉભો કરાતો હતો. ત્યાં ચિકનની લારીનું દબાણ સરકારી જગ્યા પર થઈ ગયું છે. જેથી તેને 10 દિવસ માટે હટાવવાની રજૂઆતનો કોઈ નિકાલ ન આવતાં લોકો સાંસદના ઘરે રજૂઆત કરવા પહોંચ્યા હતાં.

ચિકનની લારીનું દબાણ

અડાજણ હળપતિવાસના લોકો મોટી સંખ્યમાં સાંસદ મુકેશ દલાલને ઘરે રજૂઆત કરવા પહોંચ્યા હતાં. અડાજણ ચાર રસ્તા કલાપી ગાર્ડન પાસે ગણપતિ મુકવા બાબતે લાંબા સમયથી વિવાદ ચાલે છે. વિવાદિત જગ્યા ઉપર ભંડેરી ચિકનના માલિક દ્વારા કબ્જો જમાવાયો હોવાનો આરોપ કરવામાં આવ્યા છે. હળપતિવાસના મહિલા સહિતના લોકોની ગણપતિ મુકવા માંગ કરતા સ્થાનિકોને સાંસદ મુકેશ દલાલ દ્વારા આશ્વાસન આપવામાં આવ્યું હતું. 

વિવાદનો ઉકેલ નહીં 

લોકોએ કહ્યુ કે, દસ દિવસ માટે દબાણ કરેલી જગ્યામાં ગણપતિ મૂકવા માંગ કરી હતી. જો કે, ચિકનની લારીના માલિક ના પાડી દીધી હતી. જેથી સી.આર.પાટિલ સહિતનાને રજૂઆત કરવામાં આવી હતી. સમગ્ર મામલે મુકેશ દલાલ ઘરે અડાજણ પોલીસ પહોંચી મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો હતો. વિવાદિત જગ્યામાં ભંડેરી ચિકન દ્વારા સરકારની જગ્યા ઉપર દબાણ કરેલ છે. ગણપતિના દસ દિવસ માટે પણ દબાણ ખાલી કરવા તૈયાર નથી.વિવાદિત જગ્યા સરકારની છે છતાં કોઈ ઉકેલ આવતો નથી તેમ વધુમાં કહ્યું હતું.

આ સમાચાર શેર કરો