આ તે કેવો વિકાસ?, બોડેલીના અલિખેરવા ગામના લોકો નવા બનતા માર્ગથી પરેશાન, જૂનો રોડ જ રાખવા માગ
બોડેલી તાલુકાના અલિખેરવા ગામના લોકો સરકાર દ્વારા બનાવવામાં આવી રહેલા 1.81નો માર્ગ જે સાત

બોડેલી તાલુકાના અલિખેરવા ગામના લોકો સરકાર દ્વારા બનાવવામાં આવી રહેલા 1.81નો માર્ગ જે સાત સોસાયટીમાંથી પસાર થઈ રહ્યો છે. પરંતુ અહીંના રહિશો કહી રહ્યા છે કે, હવે અમને નથી જોઈતો નવીન માર્ગ અમને પહેલા જે હતો તે માર્ગ આપો. કેમ આવું કહી રહ્યા છે.
600 મીટર માર્ગ છોડી દેવાયો
બોડેલીથી રાજ ખેરવા તરફ જતો આ માર્ગ કે રાહદારીઓ અને સોસાયટીના રહીશોને અગવડતા ન પડે તે માટે બનાવવામાં આવી રહ્યો છે. છેલ્લા દોઢ વર્ષ પહેલા બનાવવામાં આવી રહેલ બે કિમીના માર્ગને 600 મીટરનો માર્ગ છોડી દેવામાં આવ્યો છે. આ 600 મીટર બનાવવાનો છોડી દીધી છે. આ માર્ગ સાત જેટલી સોસાયટી થાય છે. જ્યાં આજે પણ ઊંડા ખાડા અને પાણીથી ભરાયેલા ખાબોચિયાં છે. ભરાયેલ પાણીને લઇ મચ્છર જન્ય રોગોથી પણ લોકો પીડાવાનો વારો આવ્યો છે. માર્ગ પૂરો કરવાની રજૂઆતો કરી કરીને થાકેલા લોકો હવે કંટાળી ગયા છે. તેમને અધિકારીઓ એક જ વાત કહી રહ્યા છે કે, રસ્તા માં દબાણો છે. તે બાબતની અરજી મળે છે . જેને કાઈ કામગીરી અટકાવી દેવામાં આવે છે. હવે કામગીરી ન થતા રહિશો આજીજી કરી રહ્યા છે કે, જો રોડ બનાવવો ન હોય તો અમને અમારો રોડ પાછો આપો. એ પણ ન થઈ શકે તો મસમોટા જે ખાડા જે રોડ બનાવવા પડ્યા છે તેને પૂરી આપો.
દબાણો વધી ગયા
જે આગાઉ માર્ગ હતો તે અમને પરત આપો તેવી વાત એટલા માટે લોકો કહી રહ્યા છે કે, જે માર્ગ હતો. તે આમ તો યોગ્ય જ હતો પણ તંત્ર ને આ માર્ગ પહોળો કરવો હતો .જેથી લોકો ને વધુ સુવિધા મળે પણ કેટલાક વિઘ્ન સંતોષી લોકો એ માર્ગ બની રહ્યો છે તેની આસપાસ ના મકાનો ના દબાણો છે તે બાબત ની માર્ગ અને મકાન વિભાગ માં અરજી કરતા માર્ગ બનતા રોકી દેવા માં આવે છે. અરજી મળતા અધિકારી ઓ એક વાર નહિ ત્રણ ત્રણ વાર જિલ્લા પોલીસ કાફલા સાથે ઓટલા ,કમ્પાઉન્ડ વોલ જેવા દબાણ હતા તે દૂર કર્યા . કેટલાક લોકો એ તો જાતે નોટીશ મળતા દબાણો દૂર કર્યા અને હવે દોઢ વર્ષ થવા આવ્યું પણ આજે પણ દબાણો નું રટણ કરવા માંજ આવી રહ્યું છે .અને માર્ગ આજે પણ પૂર્ણ થયો નથી . આ માર્ગ ને નવો બનાવવા માટે લગભગ બે થી ત્રણ ફૂટ ખોદવા માં આવ્યો હોવા થી ખાડા પડી ગયા છે અને મકાનો ઉપર આવી ગયા છે જેથી મકાન માંથી જો નીકળવું હોઈ તો મુશ્કેલી પડી રહી છે.
ધારાસભ્યને પણ રસ નથી
કેટલીક લોકો પડી જવા ના બનાવ ને લઇ ઘાયલ પણ થયા છે. છતાં જાણે લોકોની જાણે પડી ના હોઈ તેમ આજે પણ દબાણો બાબતે વિઘ્ન સંતોષી લોકો ઓન લાઈન ફરિયાદ કરી તંત્ર અને રાહિશો ને મુશ્કેલી મા મૂકી રહ્યા છે. કેટલાક લોકો સરકાર ના કામ માં અડચણ કરી રહ્યા છે .અધિકારી ઓ કેમ સમસ્યા નો નિકાલ નથી લાવી શકતા. કેમ અધિકારી ઓ રાજકારણીઓ ના હાથા બની રહ્યા છે.કેમ નક્કર નિર્ણય લઈ શકતા નથા . કેમ દબાણો ના મુદ્દા ને લઇ કામ ને અટકાવવા માં આવે છે. ખરેખર દબાણો જ હોઈ તો ફરી એક વાર માપણી કરી કેમ દબાણો દૂર કરવા માં આવતા નથી . શું તંત્ર પાસે યોગ્ય માપ નથી . તંત્ર ની આવી બેદરકારી નો ભોગ નિર્દોષ લોકો બની રહ્યા છે. અને કેટલાક લોકો તો એ પણ કહે છે કે જે ધારાસભ્ય એ રોડ બનાવવા માટે ખાત મુહુર્ત કર્યું હતું તેજ સ્થાનિક ધારાસભ્ય ને પણ હવે આ રોડ ન બને તેના રસ છે.
વ્યથા સાંભળવા કોઈ તૈયાર નથી
બિસ્માર રસ્તા ના ભોગ તંત્ર ના અધિકારી ઓ ના ભોગે બની રહ્યા છે. પંચાયત ના સરપંચ ની પણ બેદરકારી સામે આવી રહી છે. રોડ બનતા પહેલા જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ ને કેમ જાણ ન કરી પંચાયત હદ વિસ્તારો માં જો દબાણો થયા હોઈ તો કેમ હટાવવા માં ન આવ્યા . લોકો પંચાયત ના સરપંચ ને પણ બેદરકાર ગણાવી રહ્યા છે . 10 હજાર ની વસ્તી ધરાવતા અલીખેરવા ગામ ના સરપંચ પોતાની જવાબદારી ભૂલી ગયા હોઈ તેમ પણ લાગી રહ્યું છે રોડ રસ્તા ની સમસ્યા ફક્ત અળીખેરવા વિસ્તાર માંજ નહિ દરેક વિસ્તાર માં જ્યા જુવો ત્યાં પાણી ભરાયાં છે.ગંદકી એ માંજા મૂકી છે. કચરા નિકાલ ની પણ કોઈ વ્યવસ્થા નથી. ભાજપ ના નેતા ઓ તો વિસતાર ના લોકો ની વ્યથા ને સાંભળવા તૈયાર નથી ત્યારે કોંગ્રેસ ના વિધાન સભા ના પૂર્વ વિપક્ષ નેતા અહી ના લોકો ને મળ્યા હતા અને જિલ્લા કલેકટર ને પણ રજૂઆત કરી હતી.
પાણી ભરાય છે
ચોમાસાના સમયે ઘુંટણસમાં પાણી માંથી લોકોને પસાર થવું પડતું હતું હવે પાણી થોડું ઉસર્યું છે ત્યારે ખાડા અને કીચડ માં થઈ ને લોકો ને પસાર પાવી પડી રહ્યું છે. એક નહિ અનેક સમસ્યા ના ભોગ અધિકારી , નેતા ઓની બેદરકારીને લઇ સ્થાનિકો બની રહ્યા છે . ત્યારે સરકાર લોકો ની સુખાકારી ને લઇ ચિંતા અને ફિકર કરતી હોઈ તો અલીખેરવા ગામ ના લોકો ની સમસ્યા ઓ નું નિવારણ કેમ નથી આવતું તેવી લોકોમાં ચર્ચા એ જોર પકડ્યું છે.








