મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

નસવાડીના બિસ્માર રસ્તાથી 5 ગામના લોકો પરેશાન, તંત્રને જગાડવા કર્યા સુત્રોચ્ચાર

નસવાડી તાલુકાના હમીરપુરા દેડકીઆંબલી આંબાપુર દમોલી અને બોડેલી તાલુકાના માવલી આ 5 ગામોને પાવીજેતપુર

નસવાડીના બિસ્માર રસ્તાથી 5 ગામના લોકો પરેશાન, તંત્રને જગાડવા કર્યા સુત્રોચ્ચાર

નસવાડી તાલુકાના હમીરપુરા દેડકીઆંબલી આંબાપુર દમોલી અને બોડેલી તાલુકાના માવલી આ 5 ગામોને પાવીજેતપુર અને છોટાઉદેપુર જવા માટે નસવાડી તાલુકાના હમીરપુરાથી ભીલવાણીયા જવાનો માર્ગ આવેલો છે. આ રસ્તો 7 કિલોમીટરનો છે. આ રસ્તા ઉપરથી આ પાંચ ગામોની અવરજવર છે. પરંતુ આ રસ્તામાં એક એક ફુટના ખાડા પડી ગયા છે. જેથી પરેશાન થયેલા લોકોએ તંત્રને જગાડવા સુત્રોચ્ચાર કર્યા છે.

ખાડાઓ અકસ્માત સર્જે છે

લો લેવલના કોઝ વે પણ તૂટી ગયા છે. 15 વર્ષ પહેલા રસ્તો બન્યો હતો. અનેક વાર તંત્રના અધિકારીઓને અને ધારાસભ્યોને રજૂઆત કરી હતી. પરંતુ રજૂઆત કરીને થાકી ગયેલા લોકો તંત્રના કાને અવાજ પહોંચે તે માટે હમીરપુરા અને આંબાપુરના લોકો તૂટેલા રસ્તા ઉપર આવીને રસ્તો આપો.. રસ્તો આપોના સૂત્રોચાર કર્યા હતા. જયારે ભેગા થયેલા લોકોનો આક્ષેપ છે કે, રોડ માં મોટા ખાડા હોવાથી બાઈક લઈને નીકળીએ છે. ખાડાઓના કારણે અનેક વાર બાઈક ચાલક સ્ટેરીંગ ઉપર કાબુ ગુમાવી દે છે અને ખાડામાં પટકાઈ છે. જેનાથી અનેક લોકોને ઈજાઓ થઇ છે. 

લોકોને પારાવાર પરેશાની

ખેતરોમાંથી અનાજ લઈને છકડાઓમાં આવીયે છે. છકડા પણ પલ્ટી મારી જાય છે અનેક ફોર વિલ ગાડીઓ ખાડાઓના કારણે નીચે અડી જાય છે. અનેક ગાડીઓ ખોડકાઈ ગઈ છે. આ રસ્તો બિસ્માર હોવાથી 5 ગામોના લોકોને મુશ્કેલી પડી રહી છે. હાલ રસ્તા ના પાઇપ નાળામાં ભુવા પડી ગયા છે. જયારે તંત્રના અધિકારીઓ આ ભુવા પુરવા માટે કોઈ પણ કામગીરી કરતા નથી. કોઈના મોતની રાહ જોઈએ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. 

આ સમાચાર શેર કરો