VIDEO: Vadodara: વારંવાર લાઈટ જતાં લોકોએ ગુમાવ્યો પારો, MGVCLના કર્મચારીને માર્યો ઢોર માર
વડોદરાના પૂર્વ વિસ્તારમાં આવેલા ખોડીયાર નગરમાં લાઈટ જવાની સમસ્યાએ ઉગ્ર સ્વ
વડોદરાના પૂર્વ વિસ્તારમાં આવેલા ખોડીયાર નગરમાં લાઈટ જવાની સમસ્યાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. વિસ્તારમાં વારંવાર વીજળી ગુલ થવાની ઘટનાઓથી પરેશાન થયેલા સ્થાનિકોનો પારો આસમાને પહોંચતા તેમણે ગુજરાત મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ (MGVCL)ના કર્મચારીઓને માર માર્યો હોવાની ઘટના બની છે.
ખોડીયાર નગરના રહીશો વીજળી કપાતની સમસ્યાથી નારાજ હતા. વારંવાર લાઈટો જવાથી તેમના દૈનિક જીવન પર માઠી અસર પડી રહી હતી. કર્મચારીઓને માર મારવાની આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેના કારણે આ મામલે ચકચાર મચી જવા પામી છે.



