સંખેડાના ગોલાગામડી પાસેની જમીન ખાલી કરાવવા લોકોની માગ, શૈક્ષણિક સંસ્થાએ 3 વર્ષથી નથી કરાવી રીન્યૂ
સંખેડા તાલુકાના ગોલાગામડી પાસે મંગળભારતી સંસ્થાને આપવામાં આવેલી જમીન સરકારે ત્રણ વર્ષથી રીન્યુ કરી ન

સંખેડા તાલુકાના ગોલાગામડી પાસે મંગળભારતી સંસ્થાને આપવામાં આવેલી જમીન સરકારે ત્રણ વર્ષથી રીન્યુ કરી નથી. છતા પણ શૈક્ષણિક સંસ્થાઓ ચાલી રહી છે. જે તંત્રના અંધેર વહીવટનો નમૂનો હોવાની સાબિતી પૂરે છે. ગ્રામજનો ગૌચરની જમીન ખાલી કરાવવામાં માટે વિરોધ કરી રહ્યા છે. સંખેડા તાલુકાના માજરોલ ગામના ગ્રામજનો ગૌચરની જમીન ખુલ્લી કરાવવા માટે તંત્રના કાને અવાજ પહોંચે તે માટે સૂત્રોચ્ચાર કર્યા છે.
ગૌચરની જમીનની માગણી
છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકાના ગોલાગામડી ગામ પાસે 170 વિઘા ગૌચરની જમીનમાં મંગળભારતી સંસ્થાને એક રૂપિયા ટોકનમાં 50 વર્ષ સુધી સરકારે ભાડે આપી હતી. પરંતુ પહેલા 20 વર્ષ ત્યાર બાદ 30 વર્ષ જમીન ભાડા પટ્ટે આપી હતી. તેનો ભાડા કરાર 2022માં પૂરો થઈ ગયો છે. માંજરોલ ગ્રામપંચાયત માં 900 વિઘા જમીન ગૌચરની હોવાનું સ્થાનિક લોકોનો આક્ષેપ જ્યારે 1952ના નક્શા પ્રમાણે 256 વિઘા જમીન ગૌચરની તંત્ર બતાવી રહ્યું છે. જેમાં 170 વિઘા જમીન મંગળભારતી સંસ્થા પાસે છે. જ્યારે કેનાલમાં 43 વિઘા જમીન ગયેલી છે. જ્યારે 43 વિઘા જમીન ગૌચરની સર્વે નંબરમાં બતાવે છે.
સરકાર આપે છે ગ્રાન્ટ
મંગળભારતી સંસ્થા દ્વારા 1થી 8 અને 9 થી 12માં આદિવાસી બાળકોને રહેવા જમવાની સુવિધા વાળી હોસ્ટેલ અને સ્કૂલ ચલાવવામાં આવે છે. તેની આદિજાતિ વિભાગ ગ્રાન્ટ ફાળવે છે. જ્યારે બી આર એસ કોલેજ ચલાવવામાં આવે છે. તેની રાજ્ય સરકાર ગ્રાન્ટ આપે છે. ગોવિંદ ગુરુ યુનિવર્સિટી સાથે સંકલન છે. ભારત સરકાર દ્વારા અલગ અલગ પ્રકારની ખેતી માટે અને તાલીમ આપવા માટે આ સંસ્થાને ગ્રાન્ટ આપે છે. પ્રોફેસરોની નિમણૂંક કરીને સીધી કેન્દ્ર સરકારની યોજનામાંથી પગાર આપવામાં આવે છે.
તંત્રની કામગીરી સામે ઉઠ્યા સવાલ
આ સંસ્થાને ફાળવવામાં આવેલી જમીન ગૌચરની છે. સ્થાનિક લોકો આ જમીન હવે સંસ્થાને આપવામાં ન આવે અને સંસ્થાએ આટલી મોટી જમીન મફતમાં મેળવીને સ્થાનિક લોકોને રોજગારી પણ આપી નથી. પશુઓને ચરવા માટે રજવાડી શાસન વખતથી આ જમીન હતી. પરંતુ મળતિયાઓ ભેગા થઈને ગૌચરની જમીન સરકારે સંસ્થાને આપી દીધી છે. જે 2022માં ભાડા પટ્ટો પૂરો થઈ ગયો છે. નવો ભાડા પટ્ટો રીન્યુ કરવામાં આવ્યો નથી. તો પણ તંત્રના અધિકારી આ સંસ્થાને ગ્રાન્ટ કેવી રીતના ફાળવી રહ્યા છે. સરકાર આ સંસ્થાને ફાળવવામાં આવેલી જમીન પરત નહીં લે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. ચક્કાજામ કરવાની રણનીતિ ગ્રામજનો બનાવી રહ્યા છે.ગ્રામજનોએ જિલ્લા કલેકટરને ગૌચરની જમીન દબાણ થયેલ છે. બોગસ ખેડૂતો બનાવી જમીન આપી દેવામાં આવી છે. તેની તપાસની પણ માંગ કરી રહ્યા છે.








