બરોડા: હરણી કાંડના દોષી નિવૃત ઈજનેરના પેન્શનમાં મુકાશે આજીવન કાપ
વડોદરા શહેરમાં થયેલા હરણી બોટકાંડને લગભગ એક વર્ષ થવા આવ્યું છે. આ બોટકાંડમાં 12 બાળકો

વડોદરા શહેરમાં થયેલા હરણી બોટકાંડને લગભગ એક વર્ષ થવા આવ્યું છે. આ બોટકાંડમાં 12 બાળકો સહિત કુલ 14 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આજે આ મામલે વડોદરા મહાનગર પાલિકાના નિવૃત્ત કાર્યપાલક ઇજનેરને દોષિત ઠરાવવામાં આવ્યા. આ નિવૃત ઈજનેર રાજેશ ચૌહાણના પેન્શનમાંથી દર મહિને 5000 રૂપિયા કાપી લેવાનો પાલિકાના કમિશ્નરે હુકમ કર્યો છે.
આજીવન ધોરણે પેન્શન કાપી લેવાનો હુકમ કરવામાં આવ્યો હતો. યોગ્ય પ્રકારની ચકાસણી કે નિરીક્ષણ નહિ કર્યું હોવાનું બહાર આવતા પાલિકાના કમિશ્નર દિલીપ રાણા દ્વારા આજીવન ધોરણે ઈજનેરના પેન્શનમાં કાપ મુકવાનો હુકમ કરવામાં આવ્યો હતો.
આ પણ વાંચો : સુરતમાં નવજાત બાળકીનું ત્યજી દેવાતા મોત, પક્ષીઓના કલબલાટથી દોડી લોકોને થઈ જાણ
ગુજરાત રાજ્ય સેવા નિયમોનો ભંગ થતો હોવાથી રાજેશ ચૌહાણ વિરૂદ્ધ પગલાં લેવામાં આવ્યા હતા. બાળકોથી ખીચોખીચ ભરેલી બોટમાં ગત 18 જાન્યુઆરીના રોજ હરણી બોટકાંડમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો મળીને કુલ 14 નિર્દોષોએ જીવ ગુમાવ્યો હતો.






