મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

અમદાવાદ : બાપુનગર પોલીસ ઊંઘતી રહી, PCBએ ઝડપી પાડ્યો 4.97 લાખની કિંમતનો વિદેશી દારૂ

Ahmedabad News : બાપુનગર પોલીસની બેદરકારી અને વહીવટીયા નિવૃત પોલીસકર્લીમીના પાપે આજે એક આઈસર ટ્રક ભ

અમદાવાદ : બાપુનગર પોલીસ ઊંઘતી રહી, PCBએ ઝડપી પાડ્યો 4.97 લાખની કિંમતનો વિદેશી દારૂ

Ahmedabad News : બાપુનગર પોલીસની બેદરકારી અને વહીવટીયા નિવૃત પોલીસકર્લીમીના પાપે આજે એક આઈસર ટ્રક ભરીને વિદેશી દારૂની બોટલોનો જથ્થો ઝડપાયો છે. બાપુનગર પોલીસ સ્ટેશનના બંને ઇન્સ્પેકટર ઊંઘતા રહ્યા અને PCB  સ્કવોડે દરોડો પાડીને તમામ મુદ્દામાલ કબજે કરી લીધો છે. 

બાપુનગર પોલીસને બે ઇન્સ્પેકટરની ફાળવણી છતાં દારૂ ઝડપાયો 

બાપુનગર પોલીસમાં નિવૃત પોલીસકર્મીની દાખલગીરી એટલી હદે વધી ગઈ છે જેના લીધે વિસ્તારમાં અસામાજિક તત્વો અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરનારા લોકોના પોલીસનો ખોફ જતો રહ્યો છે.  ગૃહ વિભાગે બાપુનગર પોલીસને બે ઇન્સ્પેકટરની ફાળવણી કરી છે તેમ છતાંય વિસ્તારમાં દારૂ અને ડ્રગ્સ સરળતાથી મળી રહ્યા રહે છે.

PCB સ્કોવડે બાપુનગર બોટલિંગ ચાર રસ્તા પાસે આવેલ રજની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના શેડ નંબર-5 ના ધાબા પરથી વિદેશી દારૂની 3192 નંગ બોટલનો જથ્થો ઝડપી પાડ્યો છે, જેની કિંમત રૂ.4.97 લાખ થાય છે. 

આ ત્રણ આરોપીઓ વિરુદ્ધ નોંધાયો ગુનો

  • અરુણ કલ્યાણ પ્રાસાદ ભટ્ટ - રહે,અમરાઈવાડી
  • સુમિત ઉર્ફે કાંચો - રહે, અમરાઈવાડી
  • રવિ કેદારસિંગ રાજપૂત - રહે, ઓઢવ

બાપુનગરમાં પોલીસના નાક નીચે વેચાય છે દારૂ અને ડ્રગ્સ 

પીસીબી સ્કોવડે બાપુનગર પોલીસ સ્ટેશનની હદમાંથી રૂ.4.97 લાખની કિમંતની 3192 વિદેશી દારુની બોટલો કબજે કરી છે. તદુપરાંત આજ વિસ્તારમાં ચરસ, ગાંજા, એમ.ડી ડ્રગ્ઝ સહીતના ગોરખધંધા બેરોકટોક ચાલે છે. થોડાં વર્ષ અગાઉ જીએસટીવી ન્યુઝે આજ પોલીસ સ્ટેશનની હદમાં ડ્રગ્ઝનું સ્ટીંગ ઓપરેશન કરીને તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ ગુજરાત હાઈકોર્ટે આ મામલે સુઓ મોટો દાખલ કરીને તપાસના આદેશ આપ્યા હતા. જે બાદ ડ્રગ્ઝ વેચનાર લેડીડોનની ધરપકડ કરવામાં આવી હતી.

પરંતુ આજે ફરીથી લાખો રૂપિયાની કિમંતનો દારુ બાપુનગરમાંથી ઝડપી લેવામાં આવ્યો છે ત્યારે સિનીયર અધિકારીઓ સ્થાનિક પોલીસ વિરુદ્ધ કોઈ પગલા ભરે છે કે પછી ખાતાકીય તપાસના નામે કાગળ પર ઘોડા દોડાવીને સંતોષ માની લે છે.

આ સમાચાર શેર કરો