સુરતમાં ગુપ્તેશ્વર મહાદેવ મંદિરનો પાટોત્સવ, નવચંડી યજ્ઞ, મહાઆરતી અને ભંડારો યોજાયો
સુરતના ફૂલપાડા વિસ્તારમાં આવેલા શ્રી ગુપ્તેશ્વર મહાદેવ મંદિરમાં પાટોસ્ત્વ ઉજવાયો હતો. જેમાં નવચંડી યજ્ઞ અને અભિષેકાત્મ

સુરતના ફૂલપાડા વિસ્તારમાં આવેલા શ્રી ગુપ્તેશ્વર મહાદેવ મંદિરમાં પાટોસ્ત્વ ઉજવાયો હતો. જેમાં નવચંડી યજ્ઞ અને અભિષેકાત્મક શિવ પૂજન, મહા આરતી અને મહા પ્રસાદી સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નવચંડી યજ્ઞમાં 14 દંપતીઓએ ભાગ લીધો હતો.
વિશેષ કાર્યક્રમો યોજાયા
ફૂલપાડા વિસ્તાર પાંચ પાંડવ ઓવારા પર પૌરાણિક શ્રી ગુપ્તેશ્વર મહાદેવ મંદિર આવેલું છે. આ મંદિરમાં પાટોસ્ત્વ નિમિતે ૧૯ ફ્રેબુઆરીના ૨૦૨૫ના રોજ નવચંડી યજ્ઞ અને અભિષેકાત્મક શિવ પૂજન, તેમજ મહા આરતી અને મહા પ્રસાદી સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નવચંડી યજ્ઞમાં ૧૪ જોડાઓએ ભાગ લીધો હતો. સવારે ૮ કલાકે યજ્ઞનો આરંભ થયો હતો, જયારે બપોરે ૨.૩૦ કલાકે શિવ પૂજન, સાંજે ૫ કલાકે મહા આરતી અને સાંજે ૬ કલાકે મહા પ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું.






