VIDEO: પાટણમાં પોલીસની હાજરીમાં જ થયો સરકારી અધિકારી પર હુમલો!
સોર્સ : gstv
પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના લોદરા ગામ નજીક પાણી પુરવઠા વિભાગના અધિકારી પર હુમલાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ ગેરકાયદેસર પાણીનું કનેક્શન દૂર કરવા પહોંચેલી વિભાગની ટીમ પર સરપંચના ભાઈ અને પુત્રએ હુમલો કર્યો હતો. ખાનગી હોટલ પર ગેરકાયદેસર પાણી કનેક્શન હોવાની ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ઘટનાની ગંભીરતા એ છે કે પોલીસની હાજરીમાં જ હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. બનાવ બાદ નાયબ કાર્યપાલક ઇજનેરે હુમલાખોરો સામે ફરિયાદ નોંધાવવાની પ્રક્રિયા શરૂ કરી છે. ઘટનાને લઈને વિસ્તારમાં ભારે ચર્ચા જાગી છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

