મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: રાધનપુરમાં ભેળ ખાધાથી એક જ પરિવારના બાર લોકોને ફૂડ પોઈઝિંગ

સોર્સ: gstv

પાટણના રાધનપુરથી એક ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે, જ્યાં ભેળ ખાધા બાદ ફૂડ પોઈઝિંગની ગંભીર ઘટના બની છે. બંધવડ ગામમાં એક જ પરિવારના ૧૨ લોકોને ભેળ ખાધાના થોડા જ સમયમાં ઝાડા, ઉલટી અને તાવ જેવી ગંભીર અસરો વર્તાવા લાગી હતી. પરિવારે બહારથી ભેળ પાર્સલ કરાવીને પરિવાર સાથે મળીને ખાધી હતી, જેની અસર તબિયત પર ભારે પડી હતી. તબિયત લથડતા તમામ અસરગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હિમજા ક્લિનિકમાં ૮ લોકોને અને અન્ય ૪ લોકોને અન્ય હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ ઘટના બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ તેમજ નગરપાલિકાની કામગીરી સામે મોટા સવાલો ઉભા થયા છે કે શું તંત્ર હજુ પણ ઊંઘતું જ રહેશે અને ખાધ્ય પદાર્થોની ગુણવત્તા તથા સ્વચ્છતાની ક્યારે તપાસ હાથ ધરાશે.

આ સમાચાર શેર કરો