Video: પાટણ ફાયરિંગ કેસમાં આરોપીઓને આશરો અને વાહન આપનાર ત્રણ શખ્સો ઝડપાયા રિમાન્ડ મંજૂર

પાટણના રોટલિયા હનુમાન નજીક શ્રેય કોમ્પ્લેક્સમાં જિમ સંચાલક પર 6 રાઉન્ડ ફાયરિંગની ઘટનામાં પોલીસને મોટી સફળતા મળી હતી . પાટણ-ઊંઝા હાઈવે પરથી બિનવારસી બાઈક મળી આવ્યા બાદ પોલીસે તપાસ તેજ કરી હતી. આ તપાસમાં ફાયરિંગ કરનારા બે મુખ્ય આરોપીઓને બાઈક, સ્કોર્પિયો કાર અને આશરો પૂરો પાડનારા તીર્થ દેસાઈ, કુલદીપ ગલચર અને જગદીશ રબારી નામના ત્રણ શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા . પોલીસે ગુનામાં ગુનાહિત આશ્રય આપવાની કલમ 249(બી)નો ઉમેરો કરી ત્રણેય આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા હતા, જ્યાં કોર્ટે તેમના રિમાન્ડ મંજૂર કર્યા હતા . હાલ પોલીસ મુખ્ય આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
જાહેરાત














