મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ગુજરાતમાં અફીણનાં રસની હેરાફેરી કરતા એક શખ્સની SOG ટીમે કરી ધરપકડ

પાટણ જિલ્લાના સિધ્ધપુર હાઇવે પરથી SOGની ટીમે અફીણનાં જથ્થાં સાથે એકની ધરપકડ કરી છે. SOG ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળ

ગુજરાતમાં અફીણનાં રસની હેરાફેરી કરતા એક શખ્સની SOG ટીમે કરી ધરપકડ

પાટણ જિલ્લાના સિધ્ધપુર હાઇવે પરથી SOGની ટીમે અફીણનાં જથ્થાં સાથે એકની ધરપકડ કરી છે. SOG ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે રાજસ્થાનથી એક શખ્સ કારમાં રૂપિયા 1,68,646 કિંમતનો 1686.46 ગ્રામ અફીણનો રસ ગુજરાતમાં લાવી રહ્યો છે. આ કારને ઝડપી પાડવા SOG ટીમે પહેલેથી નાકાબંધી ગોઠવી હતી, જેમાં સાંચોર, રાજસ્થાનનાં રહેવાસી આરોપી રાજુરામ છોગારામ બિશ્નોઇને સફળતાપુર્વક ઝડપી પડાયો છે.

આ પણ વાંચો : ભાવનગર/ હાથબ અગ્નિસ્નાન મામલો: ટૂંકી સારવાર બાદ એક માસૂમનું મોત, માતા સામે હત્યાનો ગુનો દાખલ

પ્રાંરંભિક તપાસમાં પોલીસે અફીણનો રસ, એક મોબાઇલ અને કાર મળી કુલ રૂપિયા 6,86,136 ના મુદ્દામાલ જપ્ત કર્યો છે. જેમાં આરોપીએ મધ્યપ્રદેશનાં પ્રતાપભાઈ પીપળીયા પાસેથી અફીણનો જથ્થો ખરીદી, રાજસ્થાનનાં માર્ગે સિદ્ધપુરમાં રૂઘનાથ બિશ્નોઇ અને ઘેવારામ પ્રજાપતિને આપવાની કબુલાત કરી છે. પોલીસે NDPS એક્ટ 17 (B ) 29નો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે તેમજ આ ગુનામાં સંડોવાયેલ અન્ય 3 આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છેય

આ સમાચાર શેર કરો