MLA કિરીટ પટેલના પોલીસ ઘર્ષણ મામલે કોંગ્રેસ NSUI નેતાઓના જામીન મંજુર, 200 વિરુદ્ધ નોંધાઈ હતી ફરિયાદ
પાટણમાં ધારાસભ્ય કિરીટ પટેલ અને કોંગ્રેસ NSUI ના કાર્યકરો સામે ભૂખ હડતાળ દરમિયાન થયેલા હંગામા મામલે પોલિસે તમામ આરોપીઓને

પાટણમાં ધારાસભ્ય કિરીટ પટેલ અને કોંગ્રેસ NSUI ના કાર્યકરો સામે ભૂખ હડતાળ દરમિયાન થયેલા હંગામા મામલે પોલિસે તમામ આરોપીઓને એડિશનલ સિનિયર સિવિલ જજની કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં સરકારી વકીલે દલીલ કરી હતી કે આરોપીઓ દ્વારા ગંભીર પ્રકારનો બિન જામીન પાત્ર ગુનો કરવામાં આવ્યો છે જેથી આરોપીઓના જામીન મંજૂર ન કરવામાં આવે. તો સામે આરોપીઓના જમીન મંજુર કરવા બચાવ પક્ષના વકીલે કોર્ટ સમક્ષ કરી દલીલ કરી હતી કે, જે પોલીસ કર્મી લાફો મરાયો છે તે ઓન ડ્યુટી ફરજ પર નહતા. તેમજ લાફાનો ભોગ બનનાર પોલીસ કર્મચારીએ આ બાબતે ફરિયાદ પણ કરી નથી.
આ પણ વાંચો : પોલીસ સાથે ઘર્ષણ મામલે MLA કિરીટ પટેલ સહિત 200 વિરુદ્ધ ફરિયાદ, 14ને કરાયા ડિટેન
કોર્ટે બંને પક્ષના વકીલોની દલીલ સાંભળી અને આખરે આરોપીઓના જામીન મંજૂર કર્યા હતા. જેમાં કોર્ટે દરેક આરોપીઓના 10,000ના શરતી જામીન મંજૂર કર્યા હતા. બચાવ પક્ષના વકીલે વધુમાં કહ્યું હતું કે, ધારાસભ્ય અને કોંગ્રેસના આગેવાનો પર કરેલ ફરિયાદ રદ કરાવવા કિરીટ પટેલ હાઇકોર્ટમાં કાર્યવાહી કરશે.
ઉલ્લેખનીય છે કે, હેમચંદ્રચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સીટીમાં પાટણના ધારાસભ્ય તેમજ કોંગ્રેસ અને NSUIના આગેવાનો દ્વારા ભૂખ હડતાલ કરવામાં આવી હતી. જો કે આ સંપુર્ણ કાર્યક્રમનું આયોજન કોઈપણ જાતની પરવાનગી લીધા વિના કરવામાં આવ્યું હતું જેને પગલે પોલીસે તેમના કાર્યક્રમમાં ભંગ પાડ્યો હતો. તે દરમિયાન કાર્યકરો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણનો મામલો સર્જાયો હતો. એવામાં એક કાર્યકરે ધારાસભ્યની કિરીટ પટેલની હાજરીમાં એક પોલીસ કર્મીને લાફો ઝીંકી દીધો હતો. જેને કારણે આ મામલાએ મોટું સ્વરુપ ધારણ કર્યું.
PMJAY ડિલિવરી સ્કેમ: ડૉક્ટરોએ વધુ પૈસાની લાલચમાં 6151 સિઝેરિયન પ્રસુતી કરાવી હોવાનો આરોપ
યુનિવર્સિટીમાં કેટલાક કાર્યકરો તેમજ ધારાસભ્યના પોલીસ સાથે થયેલ હંગામા બાબતે પાટણ લોકલ ક્રાઈમ બ્રાન્ચે આ બનાવમાં કેટલાક કાર્યકરને પૂછ પરછ માટે ડિટેન કર્યા હતા. જેમાં તાલુકા પંચાયતના સભ્ય સોહમ પટેલ તેમજ કોર્પોરેર્ટર ભરત ભાટિયા સહીતના કાર્યકરોને ડિટેન કરવામાં આવ્યા.






