મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પાટણ નાગરિક બેંક ચૂંટણી: પ્રગતિશીલ પેનલનું પલડું ભારે, પણ ચેરમેન પદ માટે હવે જંગ

પાટણ નાગરિક બેન્કની ચૂંટણીનું પરિણામ જાહેર થતાં રાજકીય

તસવીર: gstv

પાટણ નાગરિક બેન્કની ચૂંટણીનું પરિણામ જાહેર થતાં રાજકીય માહોલ ગરમાયો છે. 15 ડિરેક્ટર પદ માટે પ્રગતિશીલ અને પરિવર્તન પેનલ વચ્ચે 35 ઉમેદવારો મેદાનમાં હતા. મધરાતે જાહેર થયેલા પરિણામમાં પ્રગતિશીલ પેનલના 15માંથી 9 ઉમેદવારો વિજેતા બન્યા, જ્યારે 6 ઉમેદવારોએ હારનો સામનો કર્યો. સૌથી મોટી ચર્ચા એ રહી કે બેન્કના ચેરમેન પોતાના દીકરાને જીતાડી શક્યા નથી. બીજી તરફ પરિવર્તન પેનલના 6 નવા ચહેરાઓ પ્રથમ વખત ચૂંટાઈ આવ્યા છે અને બે બેઠકો પર મહિલા ઉમેદવારોનો વિજય થયો છે. હવે નવા ચેરમેનની પસંદગીને લઈને રાજકીય હલચલ અને ચર્ચાઓ તેજ બની છે.

આ સમાચાર શેર કરો