મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: પાટણ નાગરિક સહકારી બેંકની મતગણતરીમાં હોબાળો: ચૂંટણી પ્રક્રિયા સામે ઉઠ્યા સવાલો

પાટણ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં કુલ 9,170 મતો પડ્યા હત

તસવીર: gstv

પાટણ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં કુલ 9,170 મતો પડ્યા હતા, જેમાં સાંજે છ વાગ્યે ગણતરી શરૂ કરવામાં આવી હતી. જોકે, માત્ર 500 થી 600 મતોની ગણતરી થયા બાદ ચૂંટણી અધિકારી દ્વારા અચાનક કામગીરી બંધ કરી દેતા ભારે હોબાળો મચ્યો હતો. ચૂંટણીમાં ફરજ પર રહેલા શિક્ષક-શિક્ષિકાઓને સોમવારે શાળાએ જવાનું હોવાથી ગણતરી અટકાવવાનો નિર્ણય લેવાયો હતો, જેનો ઉમેદવારોએ ઉગ્ર વિરોધ કર્યો છે. અડધે રસ્તે ગણતરી અટકાવી દેતા પારદર્શિતા સામે ગંભીર સવાલો ઉભા થયા છે અને ઉમેદવારોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્રના આ અણઘડ નિર્ણયને કારણે ઉમેદવારોએ હોબાળો મચાવી તાત્કાલિક ગણતરી ચાલુ રાખવાની માંગ કરી છે. આ સમગ્ર ઘટનાને લઈને સમગ્ર પાટણમાં ચર્ચાઓનો દોર શરૂ થયો છે.

આ સમાચાર શેર કરો