VIDEO: પાટણ નાગરિક બેન્કની ચૂંટણીમાં અવ્યવસ્થા મતદાન મથકે મતદારો અને ઉમેદવારોમાં ભારે રોષ
પાટણ નાગરિક બેન્કના ૧૫ સભાસદોની પાંચ વર્ષની મુદત માટેની ચૂંટણી આજે યો

પાટણ નાગરિક બેન્કના ૧૫ સભાસદોની પાંચ વર્ષની મુદત માટેની ચૂંટણી આજે યોજાઈ રહી છે. આ સહકારી બેન્કમાં કુલ ૩૪,૦૦૦ જેટલા સભાસદો નોંધાયેલા છે, જેમના મતદાન માટે શાળામાં ખાસ મતદાન કેન્દ્ર ઊભું કરવામાં આવ્યું છે. કુલ ૨૩ બૂથ પર બેલેટ પેપર દ્વારા મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, પરંતુ મતદાન મથક પર મતદારોની ભારે ભીડ અને ઉત્સાહ વચ્ચે યોગ્ય વ્યવસ્થાના અભાવે અંધાધૂંધી સર્જાઈ છે. લાંબી કતારો અને અવ્યવસ્થાને કારણે મતદારો અને ઉમેદવારોમાં ભારે રોષ અને નિરાશા જોવા મળી રહી છે. બેન્ક જેવી મહત્વની સંસ્થાની ચૂંટણીમાં આવી નબળી કામગીરીને લઈને સભાસદો તંત્રની ટીકા કરી રહ્યા છે. આજે સાંજ સુધીમાં મતદાન પૂર્ણ થયા બાદ મતગણતરી હાથ ધરવામાં આવશે, જે બાદ જ આ ચૂંટણીનું પરિણામ જાહેર થશે.




