મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: વીજ વળતર મુદ્દે ખેડૂતો લાલઘૂમ: પાટણ કલેકટર કચેરી ગૂંજી

રાજ્ય સરકારની 'રાઈટ ઓફ વે' વીજ વળતર નીતિ સામે ઉત્તર ગુજરાતના ખેડૂતોમાં ભારે નારાજગી જ

તસવીર: GSTV

રાજ્ય સરકારની 'રાઈટ ઓફ વે' વીજ વળતર નીતિ સામે ઉત્તર ગુજરાતના ખેડૂતોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. પાટણ, સરસ્વતી અને ચાણસ્મા તાલુકાના ખેડૂતોએ જમીનોમાં નખાતા વીજ ટાવર અને હાઇટેન્શન લાઈનો સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. માર્કેટ ભાવના ૨૦૦ ટકાને બદલે ૪૦૦ ટકા વળતરની માંગ સાથે મોટી સંખ્યામાં ખેડૂતોએ પાટણ કલેકટર કચેરીએ ધસી જઈ આવેદનપત્ર આપ્યું હતું. ખેડૂતોએ સરકારની નીતિ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરી વહેલી તકે ઉકેલ લાવવા આખરી અલ્ટીમેટમ આપ્યું છે.

આ સમાચાર શેર કરો