VIDEO: પાટણ નાગરિક બેંકની મત ગણતરી સ્થગિત
ભારે વિવાદ વચ્ચે પાટણ સહકારી નાગરિક બેન્કની ચૂંટણી પૂર્ણ થઈ છે.. પરંતુ મત ગણતરીની પ્રક્રિયાને સ્થગિત કરાઈ છે...છે

ભારે વિવાદ વચ્ચે પાટણ સહકારી નાગરિક બેન્કની ચૂંટણી પૂર્ણ થઈ છે.. પરંતુ મત ગણતરીની પ્રક્રિયાને સ્થગિત કરાઈ છે...છેલ્લા ત્રણ મહિનાથી વિવિધ વિવાદોમાં ઘેરાયેલી આ બેન્કની ચૂંટણીમાં ૫ જુલાઈના રોજ મતદાન પ્રક્રિયા પૂર્ણ થઈ, પરંતુ હવે મત ગણતરી પર પ્રશ્નાર્થ ઉભા થયા છે... ૧૫ સભાસદોની ચૂંટણી માટે યોજાયેલા આ મતદાનમાં રસાકસીની સ્થિતિ જોવા મળી હતી, જેમાં બોગસ મતદાનના આક્ષેપોએ ભારે ચર્ચા જગાવી છે.. મતદાન પૂર્ણ થયા બાદ જેવી મતગણતરીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી, ત્યારે ફરીથી હોબાળો મચી ગયો હતો. આ ઘટનાને પગલે વાતાવરણ તંગ બની જતાં વહીવટીતંત્રએ તાત્કાલિક અસરથી મતગણતરી અટકાવી દીધી હતી. પારદર્શિતા જાળવવાના હેતુથી, તમામ ઉમેદવારો, પોલીસ અધિકારીઓ અને ચૂંટણી અધિકારીઓની હાજરીમાં મતપેટીઓને સીલ કરીને સુરક્ષિત રીતે 'સ્ટ્રોંગ રૂમ'માં ખસેડવામાં આવી હતી. સ્થિતિને થાળે પાડવા માટે પ્રાંત અધિકારી, બેન્કના જવાબદાર અધિકારીઓ અને ૩૫ ઉમેદવારો વચ્ચે મંત્રણાઓનો દોર શરૂ થયો છે.




