મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પાટણ: બેપાદર ગામના ખેતરમાંથી SOGએ ઝડપ્યા ગાંજાના 25 છોડ

રાજ્યમાં ડ્રગ્સનો કાળો કારોબાર દિવસેને દિવસે વધી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસથી પ્રતિબંધિત ડ

પાટણ: બેપાદર ગામના ખેતરમાંથી SOGએ ઝડપ્યા ગાંજાના 25 છોડ

રાજ્યમાં ડ્રગ્સનો કાળો કારોબાર દિવસેને દિવસે વધી રહ્યો છે. છેલ્લા ઘણા દિવસથી પ્રતિબંધિત ડ્રગ્સ ઝડપાતું રહે છે. રાજ્યમાં ઘણા સ્થળ પર ગાંજાના છોડ પણ મળી આવ્યા હતા,  પાટણના બેપાદર ગામે ખેતરોમાં ગાજાનું વાવેતર કરવામાં આવતું હતું. SOG પોલીસે બાતમીના આધારે 1.18 લાખના ગાજાના 25 છોડ ઝડપી પાડ્યા હતા.

 ખેતરમાં જ ગાજાનું વાવેતર કર્યું

ખેડૂત પ્રધાનજી ઠાકોર રાજકા, બાજરીના વાવેતર વચ્ચે ગાજાનું વાવેતર કરતા હતા.આરોપીને ગાંજા પીવાની ટેવ હોવાથી તેણે ખેતરમાં જ ગાજાનું વાવેતર કર્યું હતું. ગાંજાના છોડને એફએસએલ માટે મોકલવામાં આવ્યા છે. FSLના રિપોર્ટ પછી તમામ સત્યતા બહાર આવશે.

આ સમાચાર શેર કરો