મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

લાંબા અંતરની ટ્રેનોમાં ટિકિટના કાળા બજારથી મુસાફરો પરેશાન, સુરતમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન સાથે કરી નારેબાજી

બંધ કરો..બંધ કરો..ટિકિટની કાળાબજારી બંધ કરોના નારા સાથે કોંગ્રસ દ્વારા સુરતના રેલવે સ્ટે

લાંબા અંતરની ટ્રેનોમાં ટિકિટના કાળા બજારથી મુસાફરો પરેશાન, સુરતમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન સાથે કરી નારેબાજી

બંધ કરો..બંધ કરો..ટિકિટની કાળાબજારી બંધ કરોના નારા સાથે કોંગ્રસ દ્વારા સુરતના રેલવે સ્ટેશન પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સુરત તેમજ ઉધના રેલવે સ્ટેશનથી લાંબા રૂટની ટ્રેનોમાં થતી ટિકિટની કાળા બજારી અને મુસાફરોને થતી હેરાનગતી તેમજ અન્ય પ્રશ્નો બાબતે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દેખાવો કરીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

યોગ્ય વ્યવસ્થા ગોઠવવા માગ

શહેર કોંગ્રેસ પ્રમુખ ધનસુખ રાજપૂતે કહ્યુ કે, અમે ઘોર નિંદ્રામાં સૂતેલા તંત્રને જગાડવા માટે આજે વિરોધ પ્રદર્શન કર્યુ છે. ટિકિટના કાળાબજાર થાય છે. ભાગદોડમાં સામાન્ય લોકોને જીવ ગુમાવવાનો વારો આવો છે. ભ્રષ્ટાચાર ખૂબ વ્યાપી ગયો છે. ત્યારે ગરીબ માણસને ન્યાય મળે તે હેતુથી આયોજન થાય તે હેતુથી આજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યુ છે. ટ્રેનોની સંખ્યા વધારવા પણ માગ કરવામાં આવી છે.

ભ્રષ્ટાચાર બંધ કરાવવા માગ

કલ્પેશ બારોટે કહ્યુ કે, લોકો સુરતમાં દેશભરમાંથી આવીને વસવાટ કરે છે. તહેવારોની રજામાં જવા માટે બૂકીંગ અગાઉ ખુલી જતા હોય છે. તેમ છતાં લોકોને સીટ મળતી નથી. જ્યારે ભ્રષ્ટાચારીઓને બધુ આસાનીથી મળી જાય છે. સામાન્ય લોકોને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવાની ફરજ પડતી હોય છે. ત્યારે આ પ્રકારની વ્યવસ્થામાંથી બહાર આવીને સુદ્રઢ વ્યવસ્થા થાય તેવી અમારી માગ છે.

આ સમાચાર શેર કરો