સુરતથી મુસાફરોને ટ્રેનમાં જવાની મુશ્કેલી પડી રહી છે, અમે રેલવે બોર્ડમાં રજૂઆત કરીશુ-ZRUCC સભ્ય
સુરત રેલવે સ્ટેશન પરથી મુસાફરોને પડતી ટ્રેનોની મુશ્કેલીથી લઈને તમામ પ્રશ્નોના ઉકેલ માટે ઝેડઆરયુસીસી

સુરત રેલવે સ્ટેશન પરથી મુસાફરોને પડતી ટ્રેનોની મુશ્કેલીથી લઈને તમામ પ્રશ્નોના ઉકેલ માટે ઝેડઆરયુસીસી કમિટી કામ કરી રહી છે. ત્યારે આ કમિટીના સભ્ય તરીકે કોંગ્રેસના કલ્પેશ બારોટની નિમણૂંક કરવામાં આવી છે. ત્યારે કલ્પેશ બારોટે કહ્યું કે, અગાઉ પણ મેં 2008થી 2014 દરમિયાન આ પદ પર સેવા આપી છે. ત્યારે ફરી મારી નિમણૂંક થતાં હું મુસાફરોની સગવડતામાં વધારો થાય તે માટે સતત પ્રયત્ન કરતો રહીશ.
ઉત્તરભારતીયોના પ્રશ્નો ઉકેલાયશે
રેલવેના ઘણા વણ ઉકેલ્યા પ્રશ્નોને વાચ મળશે તેવી લાગણી લોકો વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે કલ્પેશ બારોટે કહ્યું કે, કેન્દ્રીય રેલવે મંત્રાલય દ્વારા વેસ્ટર્ન રેલવે ઝેડઆરયુસીસી કમિટીમાં કેન્દ્રીય રેલવે મંત્રીના આદેશથી આ નિમણૂક બે વર્ષ માટે કરવામાં આવી છે. ત્યારે આ બે વર્ષ દરમિયાન ઉત્તરભારતીયોને ટ્રેનમાં જવા માટે જે પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે તેનું નિરાકરણ આવે તે દિશામાં કાર્ય કરીશું.
સ્ટેશનોનો વિકાસ રજૂઆતનું પરિણામ
સુરત સ્ટેશનની કાયા પલટ અને ઉધના રેલવે સ્ટેશનને રિમાર્કેબલ બનાવવા અંગે પણ કલ્પેશ બારોટે કહ્યું કે, અમે વર્ષોથી ઉધના રેલવે સ્ટેશનને લઈને માગ કરી રહ્યા હતાં. સાથે જ સુરતના રેલવે સ્ટેશનના વિકાસને લઈને જે માગ કરી રહ્યા હતાં તેના કારણે જ આજે કામગીરી થઈ રહી છે. તે કામગીરી વધુ સારી થાય તે દિશામાં પણ પ્રયત્નો કરીશું








