મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ભરૂચમાં બે દિવસથી શાળા બંધ રહેતા વાલીઓનો હોબાળો

ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્ટેશન રોડ પરની મિશ્રા શાળા ક્રમાંક 10 અને 35 ને છેલ

ભરૂચ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સ્ટેશન રોડ પરની મિશ્રા શાળા ક્રમાંક 10 અને 35 ને છેલ્લા બે દિવસથી અચાનક તાળા મારી દેવાતા 85 થી વધુ વિદ્યાર્થીઓના ભણતર પર ગંભીર અસર પડતા વાલીઓએ હોબાળો મચાવ્યો હતો. આ બાબતે ઇન્ચાર્જ નગર પ્રાથમિક શાસનાધિકારીએ શાળા બંધ નહી પણ અન્ય નજીકની શાળામાં મર્જ કરવામાં આવી હોવાનું જણાવ્યુ છે. રાવળીયાવાડ વિસ્તારમાં આવેલી આ નગર પ્રાથમિક શાળા વર્ષોથી ચાલતી હતી, પરંતુ તાજેતરમાં અચાનક આ શાળાને બંધ કરી દેવાતા વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે અસંતોષ ફેલાયો હતો અને શાળા ખાતે દોડી આવેલા વાલીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.  

આ સમાચાર શેર કરો