મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બનાસકાંઠામાં વાલીઓ દ્વારા શાળાની તાળાબંધી, TPOએ આવી ખોલાવ્યા તાળા, જાણો શું છે મામલો

બનાસકાંઠામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે જેમાં શિક્ષક નશો કરીને આવતા વાલીઓમાં ભારે રોષ જોવા મ

બનાસકાંઠામાં વાલીઓ દ્વારા શાળાની તાળાબંધી, TPOએ આવી ખોલાવ્યા તાળા, જાણો શું છે મામલો

બનાસકાંઠામાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે જેમાં શિક્ષક નશો કરીને આવતા વાલીઓમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને વાલીઓ દ્વારા શાળામાં તાળાબંધી કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લામાં અમીરગઢ તાલુકામાં વાઘોરીયાની શાળામાં વાલીઓએ તાળાબંધી કરી હતી. શિક્ષક દારૂ પીને શાળામાં આવતા વાલીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. નશામાં ધૂત શિક્ષકથી વિદ્યાર્થીઓના શિક્ષણ પર ગંભીર રીતે અસર થાય છે.

વાલીઓએ સુરેશ પરમારની બદલીની માંગ સાથે શાળાને તાળાબંધી કરી છે. શાળામાં તાળાબંધી થતા તે વિસ્તારના ટીપિઓ રીટાબેન વાઘોરીયા પહોંચ્યા હતા અને નશેડી શિક્ષક સામે ઠોસ પગલા લેવાની બાંહેધરી આપી હતી. ઠોસ પગલા લેવાની બાંહેધરી આપતા ટીપીઓએ શાળાના તાળા ખોલાવ્યા હતા. ટીપીઓએ જણાવ્યું હતું કે નશેડી શિક્ષકનો રિપોર્ટ જિલ્લામાં કરવામાં આવશે.

આ સમાચાર શેર કરો