સુરતમાં પાલતું શ્વાને દીકરાને બચકું ભરતાં માતા-પિતાએ મચાવ્યું તોફાન, શ્વાન માલિક મહિલાને અડપલાં કરી ભાઈને માર્યો માર
લોકો પોતાના પ્રેમને વ્યક્ત કરવા માટે પાલતું પ્રાણીઓ ઘરમાં રાખતાં હોય છે. પરંતુ પાલતું પ્રાણીઓના કારણે બબાલ મચી જ

લોકો પોતાના પ્રેમને વ્યક્ત કરવા માટે પાલતું પ્રાણીઓ ઘરમાં રાખતાં હોય છે. પરંતુ પાલતું પ્રાણીઓના કારણે બબાલ મચી જાય તેવી ઘટના સુરતના અલથાણ વિસ્તારમાં સામે આવી છે. બ્યૂટિશન તરિકે કામ કરતી મહિલાએ તેના ઘરમાં શ્વાન પાળ્યું હતું. આ શ્વાને તેની ગેરહાજરીમાં અચાનક ઘરમાંથી બહાર નીકળી પાડોશીના બાળકને બચકું ભરી લીધું હતું. જેથી બાળકના માતા પિતાએ હોબાળો મચાવવાની સાથે સાથે મહિલાના ભાઈને માર માર્ય હતો. સાથે જ મહિલા આવી ત્યારે તેની છાતીએ હાથ મૂકી ધક્કા દઈ છેડતી કરી હતી. ઉપરાંત સોસાયટીના વોટસએપ ગ્રુપમાં પણ મહિલા વિષે અભદ્ર વાતો વહેતી કરી હતી.જેથી મહિલાએ પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે. જેના આધારે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
મહિલાના ભાઈને માર માર્યો
અલથાણ પોલીસ સ્ટેશનથી મળતી વિગતો અનુસાર અલથાણ વિસ્તારના આભવા ચાર રસ્તા પાસે આવેલા સ્વપ્નભૂમિ એપાર્ટમેન્ટમાં પીડિત મહિલા રહે છે અને બ્યુટિશિયન તરિકે કામ કરે છે. આ મહિલા ગત બીજી ઓક્ટોબરના રોજ કામ અર્થે બહાર ગઈ હતી. ત્યારે ઘરમાં તેનું 10 વર્ષનું બાળક અને તેનો ભાઈ હાજર હતાં. કામવાળી મહિલા કામ કરીને ગઈ અને ઘરનો દરવાજો ખુલ્લો રહી ગયો હોવાથી પાળેલું શ્વાન બહાર નીકળી ગયું હતું. જેણે સામે જ રહેતા પ્રવિણકુમાર દિનેશચંદ્ર જોષી અને ખુશ્બુ જોષીના પુત્રને જાંઘના ભાગે બચકું ભરી લીધું હતું. આ વાતની જાણ ખુશ્બુ અને પ્રવિણકુમારને થતાં તેમણે રાડા રાડ કરી મુકી હતી. જેથી મહિલાનો ભાઈ પોતાના ઘરમાંથી બહાર આવ્યો હતો. જેથી પ્રવિણકુમાર તેના પર તૂટી પડ્યાં હતાં. મહિલાનો ભાઈ માફી માગવા છતાં તેને માર માર્યો હતો.
પીડિતાને અપાઈ ધમકી
પીડિતાએ કહ્યું કે, અમે તેમની માફી માગવાની સાથે સાથે તેમને વળતર આપવા પણ તૈયાર હતાં. તેમ છતાં તેઓએ અમારી સામે પોલીસ ફરિયાદ દાખલ કરાવી હતી. સાથે જ ધમકીઓ પણ આપવાનું શરૂ કર્યું હતું. મારી છાતિ પર હાથ મૂકીને મને ધક્કો પણ માર્યો હતો. સોસાયટીના વોટસએપ ગ્રુપમાં પણ અભદ્ર કહી શકાય તેવા મારા વિરુદ્ધ મેસેજ કર્યા હતાં. પોતે સરકારી નોકરિયાત હોવાથી દબાવવાની કોશિષ કરવામાં આવી રહી છે. જો કે અમને ન્યાય પર પુરો ભરોસો છે. જેથી અમે તમામ પૂરાવાઓ સાથે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.








