Panchmahal: બે શખ્સોએ દારુના નશામાં ધૂત થઈ ગોધરા APMC માર્કેટમાં કર્યો હોબાળો

પંચમહાલ જિલ્લાના ગોધરા APMC માર્કેટમાં તાજેતરમાં એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે, જ્યાં દારૂના નશામાં ધૂત બે શખ્સોએ સ્થાનિક વેપારીઓને હેરાનગતિ કરી હતી. આ ઘટનાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં સમગ્ર માર્કેટ યાર્ડમાં ચકચાર મચી ગઈ છે.
કાર પર પોલીસની નેમ પ્લેટ લગાવેલી હોવાના કારણે વેપારીઓમાં વધુ આશ્ચર્ય અને શંકા ફેલાઈ છે કે આ બે શખ્સો અસલી પોલીસકર્મી હતા કે કોઈ નકલી પોલીસકર્મી કે પછી કોઈ દાદાગીરીબાજ હતા. ત્યારે આ મુદ્દો હાલમાં તપાસનો વિષય બન્યો છે.
દારૂના નશામાં ધૂત આ બંને શખ્સોએ માર્કેટમાં આવીને વેપારીઓ સાથે માથાકૂટ અને દાદાગીરી શરૂ કરી હતી. જોકે, તેમના વર્તનથી કંટાળીને સ્થાનિક વેપારીઓએ જ એકઠા થઈને આ બંને શખ્સોનો ઉધડો લીધો હતો. સ્થાનિક વેપારીઓએ જણાવ્યું હતું કે, "બંને શખ્સો નશાની હાલતમાં હતા અને માર્કેટમાં અંદર આવીને દાદાગીરી કરવા લાગ્યા હતા.

