ગોધરામાં હિટ એન્ડ રન: કાર ચાલકે મોપેડને અડફેટે લેતા એકનું મોત, બે ઈજાગ્રસ્તો સારવાર હેઠળ
તાજેતરમાં જ નડિયાદમાંથી હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી જેમાં એક ફોર્ચ

તાજેતરમાં જ નડિયાદમાંથી હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી જેમાં એક ફોર્ચ્યુલર કારે બાઈકને અડફેટે લેતા બાઈક ચાલકનું મોત નિપજ્યું હતું. એવામાં ગોધરામાંથી હીટ એન્ડ રનનો બનાવ સામે આવી રહ્યો છે. પંચમહાલ જિલ્લામાં ગોધરા શહેરના ભુરાવાવ ઓવરબ્રિજ પર કાર ચાલકે મોપેડ પર સવાર ત્રણ વ્યક્તિઓને અડફેટે લીધા હતા જેમાં મોપેડ પર સવાર ત્રણ પૈકી એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું જ્યારે અન્ય બે ઈજાગ્રસ્તોને ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
બેફામ બનેલ કારનો ચાલક અકસ્માત સર્જીને ફરાર થઈ ગયો હતો. જો કે, સમગ્ર મામલે શહેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માત ના પગલે ભુરાવાવ ઓવરબ્રિજ અને સિવિલ હોસ્પિટલમાં લોકટોળા ઉમટ્યા હતા. કરોડો રૂપિયા ખર્ચે નવીન બનેલો ઓવરબ્રિજ તંત્ર દ્વારા ચાલુ કરવામાં ન આવતા અવારનવાર આ પ્રકારના ગંભીર અકસ્માત સર્જાય છે. નવીન બનેલો ઓવરબ્રિજ શરૂ કરવામાં ન આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.





