રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓ પર લગામ: Panchmahal પોલીસે છેલ્લા 30 વર્ષના ગુનાહિત ઈસમોનું ચેકિંગ શરૂ કર્યું

પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા ઇસમોને ઝડપી પાડવા અને તેમની ગતિવિધિઓ પર નજર રાખવા માટે એક વિશેષ ચેકિંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે.
30 વર્ષના ગુનાહિત ઇતિહાસની ચકાસણી
પોલીસ દ્વારા આ ઝુંબેશમાં છેલ્લા 30 વર્ષ દરમિયાન દાખલ થયેલા ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓનું વેરિફિકેશન અને ચેકિંગ કરવાની સૂચના આપવામાં આવી છે. જિલ્લાના તમામ પોલીસ મથકોને છેલ્લા 30 વર્ષમાં ગુનાઓમાં સંડોવાયેલા 462 જેટલા આરોપીઓને ચેક કરવાની સૂચના આપવામાં આવી છે. અત્યાર સુધીમાં પોલીસ દ્વારા આ પૈકીના 100 જેટલા શખ્સોનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. બાકી રહેલા આરોપીઓનું વેરિફિકેશન અને ચેકિંગ કરવાની કામગીરી હાલમાં યુદ્ધના ધોરણે ચાલી રહી છે.
પોલીસનો હેતુ રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા તત્વો પર કડક નજર રાખીને જિલ્લાની સુરક્ષા અને શાંતિ જાળવવાનો છે.

