Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પંચમહાલ : Bus overturned at Shehra bus station and crashed directly into the compound wall, no casualties

Panchmahal news : શહેરા બસ સ્ટેશનમાં બસ ગબડીને સીધી કંપાઉન્ડ દીવાલ સાથે અથડાઈ, કોઈ જાનહાનિ નહીં

Timeછેલ્લું અપડેટ : 27 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Panchmahal news : શહેરા બસ સ્ટેશનમાં બસ ગબડીને સીધી કંપાઉન્ડ દીવાલ સાથે અથડાઈ, કોઈ જાનહાનિ નહીં
સોર્સ : GSTV

Panchmahal news : પંચમહાલના શહેરા બસ સ્ટેશનમાં ઉભેલી ખાલી બસ ગબડી જતાં કમ્પાઉન્ડ વોલ સાથે અથડાઈ હતી. સ્ટેશન પર બસ અથડાતા કમ્પાઉન્ડ વોલ તૂટી ગઈ હતી. છોગાળાથી શહેરા પહોંચ્યા બાદ બસ ચાલકે શહેરા બસ સ્ટોપ ખાતે બસ ઉભી રાખી હતી, ત્યારે આ બનાવ બન્યો હતો. 

App Store

મળતી માહિતી મુજબ, શહેરા બસ સ્ટેશન ખાતે દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં સ્ટોપમાં ઉભેલી બસ અચાનક ગબડી જતાં કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતા દીવાલને નુકસાન થયું હતું. બસના ગેરમાં ચાલ હોવાને કારણે ઉભેલી બસ ગબડી હોવાનું ડ્રાઈવરે જણાવ્યું હતું. છોગાળાથી શહેરા આવીને બસ વીરપુર તરફ જાય તે પહેલા ઉભેલી બસ કમ્પાઉન્ડ વોલ સાથે અથડાતાં કમ્પાઉન્ડ વોલને નુકસાન થયું હતું. જોકે, આ બસમાં ડ્રાઇવર, કંડકટર કે કોઈ મુસાફર બેઠેલા ન હોવાથી કોઈ જાનહાનિ થઈ ન હતી.