Ahmedabad news: શહેરના જાણીતા ખાણી-પીણીના 30 એકમોને આરોગ્ય વિભાગે નોટિસ ફટકારી

Ahmedabad news: અમદાવાદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા ખાણીપીણીના 30 એકમોને નોટિસ ફટકારવામાં આવી છે. નિયમ મુજબ પ્રતિદિન 50 લિટરથી વધુ તેલનો ઉપયોગ કરતા હોય તેવા એકમોએ તેલના વપરાશ અને ઉપયોગમાં લેવાયેલ તેલ અંગે રજીસ્ટર મેન્ટેન કરવાનું હોય છે. બળેલું તેલ, બાયો-ફ્યુઅલના ઉત્પાદન સાથે જોડાયેલા એકમને આપવાનું હોય છે.
જોકે આરોગ્ય વિભાગ દ્વારા જુદાજુદા એકમોમાં તપાસ કરતા કેટલાક એકમમાં આ નિયમનું પાલન ન થતું હોવાનું સામે આવ્યું હતું. જેથી તંત્ર દ્વારા લિજ્જત ખમણ મણિનગર, મહેતા સ્વીટ, મણિનગર, સમ્રાટ નમકીન, નરોડા આ ઉપરાંત રાયપુર ભજીયા, રાયપુર આસ્ટોડિયા ભજીયા, આસ્ટોડિયા ગ્વાલિયા સ્વીટ. નરોડા સહિતના 27 એકમોને નોટિસ ફટકારી હતી. ત્યારબાદ જરૂરી રજીસ્ટર મેન્ટેન કરી નિયત એજન્સીઓને જ બળેલું તેલ આપવા તાકીદ કરી હતી.
મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરમાં આગામી વર્ષોમાં રમતોના મહાકુંભ જામવાનો છે તેમજ નવું વર્ષ બેસતા પહેલા એએમસીના આરોગ્ય વિભાગે શહેરમાં જુદીજુદી ટીમો બનાવી શહેરની વિવિધ અને જાણીતી ખાણીપીણી એકમોમાં સર્ચ હાથ ધરીને તેલ અને અન્ય બાબતોને લઈ નોટિસ ફટકારવાનું શરું કર્યું હતું. જેમાં આરોગ્ય વિભાગે કુલ 30 એકમોને નોટિસ ફટકારી હતી.

