Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / પાટણ : More than 30 copying cases were reported on the first day of the examination organized by Hemchandracharya North Gujarat University

Patan news: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત પરીક્ષામાં પહેલા દિવસે 30થી વધુ કોપી કેસ નોંધાયા

Timeછેલ્લું અપડેટ : 27 Nov 2025
લાઇવ ટીવીGoogle News
Patan news: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી દ્વારા આયોજિત પરીક્ષામાં પહેલા દિવસે 30થી વધુ કોપી કેસ નોંધાયા
સોર્સ : GSTV

Patan news: ઉત્તર ગુજરાતની સૌથી મોટી ગણાતી પાટણ શહેરમાં આવેલી હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં સ્નાતક કક્ષાની બીજા તબક્કાની સેમેસ્ટર-3ની પરીક્ષાનો આજથી પ્રારંભ થયો છે. જો કે, પરીક્ષાના પહેલા દિવસે જ 30થી વધુ કોપી કેસ નોંધાયા હતા. જેથી કોપી કેસ પકડાતા ચકચાર મચી જવા પામી હતી.

App Store

ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન 764 કોલેજોમાં 50,000થી 60,000 જેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે. પરીક્ષાના પ્રથમ દિવસે જ ફ્લાઇંગ સ્કવોડ દ્વારા 30થી વધુ કોપી કેસ નોંધવામાં આવ્યા હતા.પરીક્ષામાં બીએ, બીકોમ, બીએસસી, બીએડ, બીસીએ, એલએલબી સેમ 3 અને હોસ્પિટલ મેનેજમેન્ટ સહિતની આશરે 20 જેટલી શાખાઓનો સમાવેશ થાય છે. પરીક્ષામાં શુદ્ધિકરણ જાળવવા માટે દરેક જિલ્લામાં બે-બે ફ્લાઇંગ સ્કૉડની રચના કરવામાં આવી છે. પરીક્ષા સ્કવોડના કો-ઓર્ડિનેટર તરીકે નિમણૂક પામેલા આચાર્ય સીધું સંકલન કરે છે. ફ્લાઇંગ સ્કવોડની ટીમો ચોરી અટકાવવાના હેતુથી વિવિધ કૉલેજોની મુલાકાત લે છે. જેમાં અગાઉ, પ્રથમ તબક્કાની પરીક્ષામાં પણ 50થી વધુ કોપી કેસ નોંધાયા હતા.