મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

છોટાઉદેપુરના અલીખેરવાના લોકો પરેશાન, નથી પંચાયતનું પોતાનું મકાન કે પૂર્ણ સમયના તલાટી

છોટાઉદેપુર જિલ્લાના બોડેલીની અલીખેરવા જૂથ ગ્રામ પંચાયત વર્ષોથી ભાડાના મકાનમાં ચાલે છે.

છોટાઉદેપુરના અલીખેરવાના લોકો પરેશાન, નથી પંચાયતનું પોતાનું મકાન કે પૂર્ણ સમયના તલાટી

છોટાઉદેપુર જિલ્લાના બોડેલીની  અલીખેરવા જૂથ ગ્રામ પંચાયત વર્ષોથી ભાડાના મકાનમાં ચાલે છે. જયારે તલાટીની સમસ્યાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યાં છે. છોટાઉદેપુર જિલ્લાના બોડેલીના અલીખેરવા ગ્રામ પંચાયત અને ઢોકલીયા ગ્રામ પંચાયતમાં એક જ તલાટી છે. આ તલાટી બે જગ્યાએ અડધો અડધો દિવસ ફરજ બજાવતા હોવાથી લોકોની મુશ્કેલી વધી રહી છે. 

આ પણ વાંચોઃ ભરૂચ રેપ પીડિત બાળકીના મુદ્દે રાજકારણ, ઝારખંડના મહિલા મંત્રીએ કહ્યું, મજૂરો જતાં રહેશે તો ગુજરાત ઉભું રહી જશે

તલાટી પર બે પંચાયતનો ભાર

બોડેલીની અલીખેરવા જૂથ ગ્રામ પંચાયતમાં આઠ હજાર જેટલા લોકોની વસ્તી છે. 12 જેટલા વોર્ડ ગ્રામ પંચાયતમાં આવેલા છે. ત્યારે આટલી મોટી વસ્તીમાં અનેક કામ અર્થે ગ્રામજનો ગ્રામ પંચાયતમાં આવે છે. ત્યારે તલાટી બપોર પછી ગ્રામ પંચાયતમાં આવે છે. સવારના સમયે તલાટી ઢોકલીયા ગ્રામ પંચાયતમાં બેસે છે. 

ખાલી જગ્યા પર ભરતી કરવા માગ

ઢોકલીયા ગ્રામ પંચાયતની વસ્તી 6 હજાર જેટલી છે. ત્યારે તંત્રના અધિકારીઓ આવી રીતના વહીવટ તલાટી પાસે કરાવીને પ્રજાને હેરાન પરેશાન કરી રહ્યા છે. તાલુકા મથક ઉપર આવેલી આટલી મોટી ગ્રામ પંચાયતોમાં અંધેર વહીવટ ચલાવતા અધિકારીઓએ પ્રજાના હિત માટે ગ્રામ પંચાયત કચેરીઓની મુલાકાત લેવી જોઈએ. તલાટીની સમસ્યાનો અંત આવે તો બન્ને ગ્રામ પંચાયતના લોકોને રાહત મળે. 14 હજારની વસ્તીમાં બે ગ્રામ પંચાયતોમાં ચાર તલાટીના મહેકમ સામે એક જ તલાટી બે ગ્રામ પંચાયતમાં વહીવટ ચલાવતા હોવાથી ગ્રામ પંચાયતમાં કામગીરીનું ભારણ પણ વધે છે. ત્યારે અધિકારીઓએ તલાટીની ખાલી જગ્યા ઉપર નિમણુંક આપવી જોઈએ તેવી માગ કરી રહ્યાં છે.

આ સમાચાર શેર કરો