મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Botad: પાલીતાણા-સુરેન્દ્રનગર એસ.ટી. બસની મોટી દુર્ઘટના ટળી, તમામ મુસાફરોનો બચાવ

બોટાદના ભાવનગર રોડ ફાટક નજીક એક મોટી દુર્ઘટનાનું જોખમ ટળી ગયું, જ્યાં એસટી બસ રિવર્શ થઈને ઢાળ પર બાવલમ

Botad: પાલીતાણા-સુરેન્દ્રનગર એસ.ટી. બસની મોટી દુર્ઘટના ટળી,  તમામ મુસાફરોનો બચાવ

બોટાદના ભાવનગર રોડ ફાટક નજીક એક મોટી દુર્ઘટનાનું જોખમ ટળી ગયું, જ્યાં એસટી બસ રિવર્શ થઈને ઢાળ પર બાવલમાં ફસાઈ ગઈ હતી. આ ઘટના રવિવાર, 27 જુલાઈ 2025ના દિવસે બપોરે 1:03 વાગ્યા આસપાસ બની, પરંતુ સદભાગ્યે મોટી દુર્ઘટના ટળી હતી. અને બસમાં સવાર તમામ મુસાફરોનો બચાવ થયો હતો.  જો કે ડ્રાઈવરને હાથમાં સામાન્ય ઈજા થઈ. બસ પેસેન્જરોથી ભરેલી હતી, પરંતુ પાછળ કોઈ મોટું કે નાનું વાહન ન હોવાથી મોટી દુર્ઘટના ટળી ગઈ.

વહીવટી વિભાગે ગોરડકા ગામ નજીકના કેરી નદીના જર્જરિત બ્રિજને ધ્યાનમાં રાખી ગઢડા જવા માટે ડાયવર્જનનો નિર્દેશ આપ્યો છે. જોકે, આ ડાયવર્જનને કારણે ભારે વાહનોની લાંબી લાઈનો લાગે છે. અને  ટ્રાફિક સમસ્યા વધી છે. ફાટકની બંને બાજુના ઢાળ અને ટ્રાફિકના દબાણથી વાહનોનું બેલેન્સ બગડી રહ્યું છે, જે અકસ્માતનું જોખમ વધારે છે. અગાઉથી પણ આ ફાટકે ટ્રાફિકની સમસ્યા સર્જતી હતી, જે હવે વધુ ગંભીર બની છે.

આ સમાચાર શેર કરો