પાલીતાણા નગરપાલિકાનું દેવાળું ફૂંકાયું! 11 હજારનું વીજ બિલ ન ભરતા PGVCLએ કનેક્શન કર્યું કટ
ભાવનગર જિલ્લામાં પાલીતાણા નગરપાલિકાનું દેવાળુ ફૂંકાઈ ચૂક્યું હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. વીજ બિલ ન ભરતા પાલીતાણા

ભાવનગર જિલ્લામાં પાલીતાણા નગરપાલિકાનું દેવાળુ ફૂંકાઈ ચૂક્યું હોય તેવા સમાચાર સામે આવી રહ્યા છે. વીજ બિલ ન ભરતા પાલીતાણા નગરપાલિકાનું વીજ કનેક્શન PGVCLએ કટ કર્યું છે. નગરપાલિકા ઓફિસનું બિલ 11 હજાર ન ભરતા PGVCL એ કનેક્શન કટ કર્યું છે. નગરપાલિકાની તિજોરીમાં પીજીવીસીએલમાં ભરવા રકમ નથી! વીજ કનેક્શન કટ કરવામાં આવતા પાલિકાની કામગીરી ખોરવાઇ ગઈ છે તેમજ કર્મચારીઓએ વિજળી વિના કામ કરવાની ફરડ પડી હતી. ભાજપ શાસિત નગરપાલિકામાં તિજોરી તેના તળિયા પર આવી ગઈ છે. અણઘડ વહીવટના કારણે પાલિકા અનેક વખત ચર્ચામાં આવે છે એવામાં વીજબિલ ન ભરતા પાલિતાણા નગરપાલિકા ફરી એક વખત ચર્ચામાં આવી છે.
પાલિકાના વીજબિલ સાથે પાલિકાની સ્ટ્રીટ લાઇટ શાખાના પણ 33 લાખ બિલ બાકી છે જેની પણ નોટિસ આપવામાં આવી છે. સ્ટ્રીટ લાઇટનું બિલ નહીં ભરે તો તેનું પણ વીજ કનેકશન આગામી સમયમાં કટ થશે અને સમગ્ર શહેરમાં અંધારપટ છવાઈ જશે. વીજ બીલ ન ભરતા વિપક્ષે પાલિકા પર આક્ષેપો કર્યા હતા તેમજ સમગ્ર મામલે શહેર કોંગ્રેસ પ્રમુખનું નિવેદન પણ સામે આવ્યું હતું.




