મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પાલીતાણા: જામવાળી-2 ગામમાં 23 વિદ્યાર્થીઓને ફુડ પોઈઝનીંગની અસર, જન્મદિવસનું ભોજન લીધા બાદ બાળકોની તબિયત બગડી

રાજ્યના પાલીતાણા જામવાળી-2 ગામમાં 23 વિદ્યાર્થીઓને ફુડ પોઈઝનીંગની અસર થઈ હતી. શાળામાં શિક્ષિકાનો&n

પાલીતાણા: જામવાળી-2 ગામમાં 23 વિદ્યાર્થીઓને ફુડ પોઈઝનીંગની અસર, જન્મદિવસનું ભોજન લીધા બાદ બાળકોની તબિયત બગડી

રાજ્યના પાલીતાણા જામવાળી-2 ગામમાં 23 વિદ્યાર્થીઓને ફુડ પોઈઝનીંગની અસર થઈ હતી. શાળામાં શિક્ષિકાનો  જન્મદિવસ હતો જન્મદિવસમાં ભોજન કાર્યક્રમ આયોજીત કર્યો હતો. જેમાં વિદ્યાર્થીઓએ ઉલ્લાસભેર ભાગ લીધો હતો.

ભોજન કર્યા બાદ વિદ્યાર્થીઓને ઝાડા-ઉલ્ટીની અસર થઈ 

ભોજન કર્યા બાદ વિદ્યાર્થીઓને ઝાડા-ઉલ્ટીની અસર થઈ હતી. 120 વિદ્યાર્થીઓએ ભોજન લીધું હતું તેમાંથી 23 વિદ્યાર્થીઓને અસર થઈ હતી. ઘટનાની જાણ થતાં જ આરોગ્ય વિભાગની ટીમો ગામમાં પહોંચી હતી.

તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર મળતા તબિયતમાં સુધારો જોવા મળ્યો

તમામ વિદ્યાર્થીઓને તાત્કાલિક સારવાર મળતા તબિયતમાં સુધારો જોવા મળ્યો હતો. કેટલાક વિદ્યાર્થીઓને તેમના ઘરે સારવાર આપવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો