વડોદરામાં કેનાલમાં લપસી ગયેલ પાલતુ કુતરાને બચાવવા જતા માલિક પણ ડુબ્યાં, બંનેનો મૃતહેદ બહાર કઢાયો
જ્યારે પ્રાણીઓમાં વફાદારીની વાત આવે છે, ત્યારે સૌથી પહેલું નામ કૂતરાનું આવે છે. સમાજમાં વફાદા

જ્યારે પ્રાણીઓમાં વફાદારીની વાત આવે છે, ત્યારે સૌથી પહેલું નામ કૂતરાનું આવે છે. સમાજમાં વફાદારીના ઘણા ઉદાહરણો સામે આવ્યા છે. પરંતુ કૂતરાને બચાવવાનો પ્રયાસ કરતી વખતે માલિક પોતાનો જીવ ગુમાવે તેવા કિસ્સાઓ ભાગ્યે જ જોવા મળે છે. જેમાં વડોદરામાં પણ આવી જ એક ઘટના બની છે. મોર્નિંગ વોક માટે નીકળેલો એક આધેડ પોતાના બે પાલતુ શ્વાનોને લઇને મોર્નિંગ વોકમા નીકળ્યા હતા. જેમાં એક પાલતુ શ્વાનનો પગ કેનાલ નજીક લપસી પડતાં શ્વાન કેનાલમાં પડ્યો હતો. જેથી તેને બચાવવા માલિક કેનાલ માં પડ્યા હતા, પરંતુ શ્વાન અને માલિક બન્ને ડૂબી જવાનો કરુણ કિસ્સો સામે આવ્યો છે
આ પણ વાંચો : વડોદરામાં ભારતીય વાયુસેનાની સૂર્યકિરણ એરોબેટિક ટીમનો એર શો, આ શહેરોમાં પણ યોજાશે પ્રદર્શન
વડોદરા શહેરના પંચવટી કેનાલમાં મોટી સંખ્યામાં શ્વાન પ્રેમીઓ તેમના કૂતરાઓ સાથે મોર્નિંગ વોક માટે આવે છે. ગોરવા વિસ્તારમાં રહેતા બીજુભાઈ રઘુનાથ પિલ્લઈ તેમના બે પાલતુ શ્વાનો સાથે મોર્નિંગ વોક માટે નીકળ્યા હતા.અચાનક તેના બે શ્વાનોમાંથી એક નહેરમાં પડી ગયો હતો, જ્યારે હસ્કી શ્વાન બહાર રસ્તા પર હતો. આસપાસ કોઈ મદદ કરવા માટે ન હોવાથી, બીજુભાઈએ પોતે જ કૂતરાને બચાવવા માટે નહેરમાં કૂદી પડ્યા, જે તેના જીવન માટે સંઘર્ષ કરી રહ્યો હતો. જોકે બન્ને નહેરના પ્રવાહમાં તણાઈ ગયા હતા.
પોતાના માલિકને નહેરમાં ડૂબતો જોઈને અન્ય એક શ્વાન બહાર ઉભો રહી સતત ભસવા લાગ્યો. આ દરમિયાન બીજુ ભાઈની દિકરી ત્યાંથી જ પસાર થતી હતી જેથી પાલતુ અન્ય શ્વાન તેની તરફ દોડી ગયો. અને દિકરીને ખેંચીને નહેર તરફ લઈ આવ્યો હતો. દિકરી આવી ત્યારે નહેરમાં મૃતદેહ તરતો હતો પરંતુ દિકરીને ખબર ન હતી કે જે મૃતદેહ તરતો દેખાઈ રહ્યો છે તે મૃતદેહ તેના પિતા બીજુભાઈનો છે. જોકે સ્થળ પર હાજર લોકોએ એકઠા થઈ નહેરમાં ડૂબી ગયેલા માણસને બહાર કાઢી ત્યારે દિકરીને ખબર પડી કે ડૂબી જનાર અન્ય કોઈ નહિ પરંતુ તેના પિતા જ છે.






