છેલ્લા 3 વર્ષ દરમિયાન ગુજરાત 19 હજારથી વધુ બાળકો TBની ઝપેટમાં, 2024માં દરરોજ સરેરાશ 15 બાળકોમાં નવા કેસ
ગુજરાતના બાળકોમાં TBના 2022માં 7173, 2023માં 6722 અને 2024માં 5587 કેસ નોઁધાયા

ગુજરાતના બાળકોમાં TBના 2022માં 7173, 2023માં 6722 અને 2024માં 5587 કેસ નોઁધાયા હતા. આમ રાહતની વાત એ છે કે છેલ્લા 3 વર્ષથી ટીબીના કેસમાં ઘટાડો નોઁધાઈ રહ્યો છે.
વર્ષ 2024માં દેશના જે રાજ્યમાં ટીબીના સૌથી વધુ કેસ
વર્ષ 2024માં દેશના જે રાજ્યમાં ટીબીના સૌથી વધુ કેસ નોંધાયા હોય તેમાં ઉત્તરપ્રદેશ 71,761 સાથે મોખરે, બિહાર 20,016 સાથે બીજા, મધ્યપ્રદેશ 11,991 સાથે ત્રીજા, મહારાષ્ટ્ર 10,976 સાથે ચોથા જ્યારે દિલ્હી 10628 સાથે પાંચમાં સ્થાને છે.
1.41 લાખ કેસ બાળકોમાં ટીબીના કેસ સામે આવ્યા
સમગ્ર દેશમાં જ 2022માં 1.35 લાખ, 2023માં 1.43 લાખ અને 2024માં 1.41 લાખ કેસ બાળકોમાં ટીબીના કેસ સામે આવ્યા હતા. બાળકોમાં ટીબીના કેસ પર અંકુશ મેળવવા યુનિવર્સલ ઈમ્યુનિસેશન પ્રોગ્રામના વિસ્તિતકરણ, ટીબીગ્રસ્ત બાળકને દર મહિને રૂપિયા 500 ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, સ્ક્રીનિંગ વધારવા સહિતના પગલા લેવાયાનો દાવો કરાયો છે.






