મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાત્રે કેટલા વાગ્યા સુધી રમી શકાશે ગરબા? અમદાવાદ પોલીસે બહાર પાડી ગાઇડલાઇન

અમદાવાદ શહેર પોલીસે સત્તાવાર માર્ગદર્શિકા અને જાહેરનામું બહાર પા

રાત્રે કેટલા વાગ્યા સુધી રમી શકાશે ગરબા? અમદાવાદ પોલીસે બહાર પાડી ગાઇડલાઇન

અમદાવાદ શહેર પોલીસે સત્તાવાર માર્ગદર્શિકા અને જાહેરનામું બહાર પાડ્યા બાદ આયોજકો અને ખેલૈયાઓ  દ્વિધામાં પડ્યાં છે. અમદાવાદ શહેર પોલીસે જાહેર કરેલી માર્ગદર્શિકામાં ગરબામાં રાત્રે 12 વાગ્યા સુધી જ માઈક વગાડવાની મંજૂરી અપાઈ છે. અમદાવાદ શહેર અને જિલ્લાના 150 વ્યાવસાયિક આયોજનો અને અગણિત શેરી ગરબામાં રમનારાં માઈભક્તો ગરબે રમવા સજ્જ છે.

અમદાવાદમાં 80 અને જિલ્લામાં મળી ગરબાના 150 જાહેર આયોજનો

અમદાવાદ શહેરમાં વ્યાયવસાયિક ગરબાના આયોજનોની 80 અરજીઓ આવી છે. સાથે જ જે આયોજકો પાસ વેંચીને એન્ટ્રી આપે છે તેમણે પોલીસ કમિશનર કચેરીમાં જ મંજૂરી લેવાની રહેશે તેવી તાકીદ કરવામાં આવી છે. અમદાવાદ શહેર પોલીસે જાહેર કરેલી માર્ગદર્શિકામાં ગરબાના સ્થળે સુરક્ષા, સીસીટીવી અને અગ્નિશમન સહિતના આયોજનોની જવાબદારી આયોજકોની રહેશે તેમ સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે.

નવરાત્રિ મહોત્સવમાં આયોજકો અને વ્યવસ્થાપકો માટે જાહેર કરાયેલી સૂચના મુજબ, તમામ આયોજકોએ ગરબીની સ્થાપના આયોજનો અડચણ કે અવરોધ ન થાય તે રીતે કરવા ઉપરાંત પાર્કિંગની વ્યવસ્થા કરવાની રહેશે. વ્યાવસાયિક આયોજનોમાં એન્ટ્રી અને એક્ઝિટ ગેટોની સંખ્યા વઘુમાં વઘુ કરવાની રહેશે. દરેક દરવાજા ઉપર સિક્યોરિટીના માણસો રાખવા ઉપરાંત અલગથી ઈમરજન્સી ગેટની વ્યવસ્થા કરવા તાકીદ કરાઈ છે. 

 ગરબામાં 12 વાગ્યા સુધી જ માઈક વગાડી શકાશે

કોઈપણ આયોજકોએ સ્થળની ક્ષમતા કરતાં વઘુ પ્રમાણમાં ટિકિટ કે પાસનું વેચાણ કે વિતરણ કરવા નહીં. વિજળી ગુલ થાય તો જનરેટર કે વૈકલ્પિક વ્યવસ્થા રાખવી. સ્ટેજની મજબૂતાઈ માટે પીડબલ્યુડીનું પ્રમાણપત્ર મેળવવું. ગરબામાં 12 વાગ્યા સુધી જ માઈક વગાડી શકાશે અને સમયમર્યાદામાં ગરબા પુરા કરવા સાથે સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરવા તાકીદ કરવામાં આવી છે. ગરબામાં દિવસ દરમિયાન પણ સુરક્ષા વ્યવસ્થા રાખી વોચ ટાવરથી નજર રાખવી. કોઈ નેતા કે અન્ય વ્યક્તિ ઉશ્કેરણી ન સર્જે તેની તકેદારી લેવાની પણ સૂચના અપાઈ છે.

આ સમાચાર શેર કરો