મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં શિક્ષણમંત્રીની ઉપસ્થિતિમાં એન્યુઅલ ફિએસ્ટાનું આયોજન, વિદ્યાર્થીઓએ ડ્રગ્સનું દૂષણ દૂર કરવા આપ્યો મેસેજ

સુરતની શાળાઓમાં એન્યુઅલ કાર્યક્રમો શરૂ થઈ ગયા છે. ત્યારે અડાજણ જહાંગીરાબાદ ખાતેની રેડિયન્ટ ઇન્ટરને

સુરતમાં શિક્ષણમંત્રીની ઉપસ્થિતિમાં એન્યુઅલ ફિએસ્ટાનું આયોજન, વિદ્યાર્થીઓએ ડ્રગ્સનું દૂષણ દૂર કરવા આપ્યો મેસેજ

સુરતની શાળાઓમાં એન્યુઅલ કાર્યક્રમો શરૂ થઈ ગયા છે. ત્યારે અડાજણ જહાંગીરાબાદ ખાતેની રેડિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા એન્યુઅલ ફિએસ્ટાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનસેરિયા દ્વારા 3 દિવસનાં કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો હતો. તેમાં 4000થી પણ વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. 

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ દેશભક્તિથી લઈને અલગ અલગ થીમ પર માત્ર ડાન્સ નહી, પરંતુ સમાજનાં દિગ્ગજ વ્યક્તિઓની સત્યકથા પર આધારિત એવા 3 ડ્રામા ડાન્સ સાથે રજૂ કર્યા હતાં. ગુજરાતી માધ્યમ દ્વારા મુંબઈના D.G  મનોજ શર્માની કારકીર્દી પર  “લક્ષ્ય-2” ડ્રામા રજુ  કરવામાં આવ્યો હતો. આજ પ્રમાણે CBSE સ્કૂલ દ્વારા “યેજો દેશ હૈ મેરા” નાં થીમ પર અને ગુજરાત બોર્ડ અંગ્રેજી માધ્યમ દ્વારા “સંઘર્ષ- A TALE OF SUCCESS” ને રજુ કરવામાં આવ્યું હતું.


સમાજની અંદર ચાલી રહેલું ડ્રગ્સનું  દુષણ દૂર કરવાનાં સંદેશા સાથે જીવનમાં મુશ્કેલીઓને પાર કરી આગળ વધવાના સંદેશા સાથે ડ્રામાં રજુ થયા હતા. આ બાબતે શાળાનાં પ્રમુખ રામજીભાઈ માંગુકિયા,એમડી કિશનભાઈ માંગુકિયા અને ઉપપ્રમુખ જીગ્નેશભાઈ માંગુકિયાને આ વાર્ષિક કાર્યક્રમ દ્વારા સમાજમાં જાગૃતિ લાવવા અંતગર્ત શુભેરછા પાઠવી હતી. 

આ સમાચાર શેર કરો