સુરત મહાનગરપાલિકાના વિપક્ષી મહિલા નેતાએ પક્ષપલ્ટો કરનાર બે કોર્પોરેટર સામે આ કારણે કર્યો કોર્ટ કેસ
સુરત મહાનગરપાલિકાની ગત સામાન્ય સભામાં પક્ષ વિપક્ષ આમને સામને આવી ગયા હતાં. જેમાં પક્ષપલ્ટુ કોર્પો

સુરત મહાનગરપાલિકાની ગત સામાન્ય સભામાં પક્ષ વિપક્ષ આમને સામને આવી ગયા હતાં. જેમાં પક્ષપલ્ટુ કોર્પોરેટરો કનુ ગેડીયા અને અશોક ધામીએ વિપક્ષ નેતા પાયલ સાકરિયા સામે આક્ષેપો કર્યા હતાં. સભાની સાથે મીડિયામાં પણ બન્ને નેતાઓએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતાં. ખોટા આક્ષેપોથી ચરિત્ર ખંડન થયાનું કહીને વિપક્ષ નેતા પાયલ સાકરીયા દ્વારા બદનક્ષીનો કોર્ટ કેસ કરવામાં આવ્યો છે.
ભ્રષ્ટાચાર સહિતના આક્ષેપો કરાયા હતા
વિપક્ષ નેતા પાયલ સાકરીયાએ કહ્યું કે, પુણા વિસ્તારમાં કોટેજ ઇંડસ્ટ્રીઝના નેજા હેઠળ ગેરકાયદેસર બંધકામો અને હેતુ વિરુદ્ધના ઉપયોગની લોકોની ફરિયાદોને પગલે અમે આ પ્રશ્ને મ્યુનિસીપલ કમિશનર તથા સબંધિત અધિકારીઓને જરૂરી કાર્યવાહી કરવા માટે મૌખિક તથા લેખિતમાં જણાવ્યું હતું. જેના ભાગ રૂપે મહાનગરપાલિકા દ્વારા બાંધકામ દૂર કરવાની કાર્યવાહી શરૂ થઈ હતી. ત્યારબાદ સભામાં પક્ષપલ્ટો કરેલા મ્યુ.સભ્યો અશોક ધામી તથા કનુ ગેડીયાએ લાંચ, ભ્રષ્ટાચાર તેમજ તોડપાણીના ગંદા, અવાસ્તવિક તથા બિનપાયેદાર આક્ષેપો કરીને બદનક્ષી કરી હતી.
કોર્ટમાં ફરિયાદ દાખલ
પાયલ સાકરીયાએ આવી બદનક્ષી સભર હરકતો કરનાર આ બંને મ્યુ. સભ્યોના આક્ષેપોને જાહેરમાં વખોડી કાઢીને પુરાવા હોય તો રજૂ કરવા જણાવ્યું હતું. જે અનુસંધાને પાયલ સાકરીયાએ કાનૂની લડાઈ નો માર્ગ અપનાવ્યો છે. સુરત જ્યુ.મેજી. ફર્સ્ટ ક્લાસની ત્રીજી કોર્ટમાં ફરિયાદ દાખલ કરી છે.








