VIDEO: સુરતની નવી સિવિલના ઓર્થોપેડિક વિભાગનું ઓપેરેશન થિયેટર બીમાર! દર્દીઓને હાલાકી
સુરતની નવી સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. ઓર્થોપેડિક વ


સુરતની નવી સિવિલ હોસ્પિટલની વધુ એક બેદરકારી સામે આવી છે. ઓર્થોપેડિક વિભાગનું ઓપેરેશન થિયેટર (OT) એક સપ્તાહથી બંધ હોવાથી દર્દીઓ પરેશાન છે. AC સિસ્ટમ બંધ હોવાથી ઓપેરેશન થિયેટરને બંધ કરી દેવાયું છે. હોસ્પિટલ તંત્રની આ બેદરકારીથી નવી સિવિલ હોસ્પિટલ આવતા હાડકાના દર્દીઓને ભારી હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આટલી મોટી હોસ્પિટલમાં મહત્ત્વના એવા ઓર્થોપેડિક વિભાગનું ઓપેરેશન થિયેટર જ બંધ હાલતમાં હોવાથી સારવાર અર્થે આવતા દર્દીઓમાં ભારે રોષની લાગણી છે.


