Bhuj news: ડિગ્રી વગર લોકોના પૈસે હોસ્પિટલ ખોલી, અઢી કરોડ રૂપિયાની ઠગાઈમાં જૈનુલ કાજાણીની ધરપકડ
મેડિકલ ડિગ્રી વગર અને લોકોના પૈસે ભુજમાં હોસ્પિટલ બનાવનાર જૈનુલ કાજાણી નામના બોગસ ડોક્ટરને સીઆ

મેડિકલ ડિગ્રી વગર અને લોકોના પૈસે ભુજમાં હોસ્પિટલ બનાવનાર જૈનુલ કાજાણી નામના બોગસ ડોક્ટરને સીઆઈડી ક્રાઈમની ટીમે પકડી પાડ્યો છે. બોગસ સટીફીકેટ ઊભા કરીને શિવાલીકા ગ્રૂપના પ્રોપરાઈટર સહિતનાઓ સાથે ભાગીદારીમાં ભુજમાં હોસ્પિટલ શરૂ કરીને ભાંડો ફુટ્યા બાદ રાતો રાત હોસ્પિટલ બંધ કરીને ભાગી જનારા તબીબ સામે અઢી કરોડની ઠગાઈની ફરિયાદ નોંધાઈ હતી. જે બાદ સીઆઇડી ક્રાઈમ બોર્ડર ઝોનની ટીમ દ્વારા આરોપી ડૉક્ટરને ભરૂચ ખાતેથી ઝડપી પાડીને ભુજની કોર્ટમાં રજુ કરીને 5 દિવસના રિમાન્ડ ઉપર મેળવી તપાસ શરૂ કરી છે.
જાણો શું છે મામલો
CID ક્રાઈમ બોર્ડર ઝોન ભુજ પોલીસ સ્ટેશનના ઈન્સ્પેકટર કે.સી.રાઠોડે જણાવ્યું હતું કે, 'ભુજ રહેતા આરોપી જૈનુલ અમીઅલી કાજાણી કે, પોતે ડૉક્ટર ન હોવા છતાં અમદાવાદના સૃષ્ટિબેનના ગુજરાત મેડીકલ કાઉન્સીલ સર્ટીફીકેટમાં પોતાની માહિતી બતાવીને ડૉક્ટર તરીકેના ખોટા સર્ટીફીકેટ તેનો ખરા તરીકે ઉપયોગ કરીને હોસ્પિટલ ચાલુ કરવા સરકારી કચેરી કચેરીમાં ઉપયોગ કરી રજીસ્ટર્ડ પ્રેક્ટિશનર ન હોવા છતાં ડૉક્ટર તરીકેની પ્રેક્ટિસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડા કર્યાં હતા.




