નસવાડીના ગોયાવાંટના વિદ્યાર્થીઓ રામ ભરોસે, 6 વર્ગખંડના 170 વિદ્યાર્થીઓ માટે એક જ શિક્ષક
નસવાડી તાલુકાની ગોયાવાંટ પ્રાથમિક શાળામાં એક જ શિક્ષક 170થી વધુ વિદ્યાર્થીઓને છ વર્ગખંડમાં રામ ભરોસે છે. વ

નસવાડી તાલુકાની ગોયાવાંટ પ્રાથમિક શાળામાં એક જ શિક્ષક 170થી વધુ વિદ્યાર્થીઓને છ વર્ગખંડમાં રામ ભરોસે છે. વિદ્યાર્થીઓ ત્રણ શિક્ષકો ઉત્તરાયણની રજામાં ગયા છે. તે પરત આવ્યા નથી. જયારે એક શિક્ષકને નજીકની શાળામાં કામગીરી માટે મોકલવામાં આવી છે. શિક્ષણ વિભાગનો અંધેર વહીવટ બહાર આવ્યો છે.
વિદ્યાર્થીઓ એકમેકને સાચવે છે
શિક્ષકો રજા ઉપર જાય ત્યારે રજા મંજૂર કરતા પહેલા શાળાની સ્થિતિનું નિરીક્ષણ શાળાના આચાર્ય અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ કરવાનું હોય છે. જયારે બાળકોનો અભ્યાસ બગડતો હોવા છતાંય શાળાના શિક્ષકને બીજી શાળામાં મોકલતા પહેલા અધિકારીઓએ ધ્યાન આપવું જોઈએ.ગોયાવાંટ પ્રાથમિક શાળામાં ચાર શિક્ષકો ન હોવાથી ધોરણ આઠની વિદ્યાર્થીનીઓને વર્ગખંડમાં વિદ્યાર્થીઓના માટે સાચવવા માટે મુકવામાં આવી હતી.
વરવો નમૂનો
નસવાડી તાલુકામાં પ્રાથમિક શાળાઓમાં આવા અંધેર વહીવટથી શિક્ષણ વિભાગનું તંત્ર ચાલી રહ્યું છે. આદિવાસી વિસ્તારમાં વિદ્યાર્થીઓને શિક્ષણથી વંચિત રહેવું પડે છે. ત્યારે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ આ બાબતે ધ્યાન આપે તે જરૂરી બન્યું છે. આદિવાસી વિસ્તારમાં ચાલતી પ્રાથમિક શાળાઓમાં સીઆરસી ગ્રુપ આચાર્ય અને તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શિક્ષકોની રજા મંજૂર કરતા પહેલા શાળાની પરિસ્થિતિ ઉપર ધ્યાન આપતા નથી તેનો આ વરવો નમૂનો છે.








