મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Mehsana: ONGCની પાઇપલાઇનમાં લીકેજ થતા ખેતરમાં ફરી વળ્યું ક્રૂડ ઓઇલ; ઘઉંનો પાક થયો બરબાદ

મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના કનોડા ગામમાં ONGCની ગંભીર બેદરકારી સામે

તસવીર: GSTV

મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકાના કનોડા ગામમાં ONGCની ગંભીર બેદરકારી સામે આવી છે. કનોડા ગામની સીમમાંથી પસાર થતી ONGCની મુખ્ય પાઇપલાઇનમાં ભયાનક લીકેજ થવાના કારણે ખેડૂતના તૈયાર થયેલા ઘઉંના ખેતરમાં ક્રૂડ ઓઈલ ફરી વળ્યું છે, જેના કારણે લાખોની કિંમતનો પાક બરબાદ થઈ ગયો છે.

મળતી માહિતી મુજબ, કનોડા ગામના ખેડૂત સુષ્માબેન પટેલના ખેતર (સર્વે નંબર 359) માંથી ONGCની પાઇપલાઇન પસાર થાય છે. આ પાઇપલાઇનમાં લીકેજ થતા ક્રૂડ ઓઈલ ખેતરમાં ફેલાઈ ગયું હતું. સુષ્માબેનના 3 વીઘાના ઘઉંના ખેતરમાં ઓઈલ ફરી વળતા તૈયાર થયેલો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે. ખેડૂતે મોંઘા ભાવના બિયારણ અને ખાતર નાખીને જે ખેતી કરી હતી, તે હવે પાયમાલ થઈ ગઈ છે.

ONGCની આવી ગંભીર બેદરકારી આ વિસ્તારમાં અવારનવાર જોવા મળે છે.  ભારે મહેનત બાદ તૈયાર થયેલો પાક લણણીના સમયે જ બરબાદ થઈ જતા ખેડૂત પરિવાર લાચાર બની ગયો છે. ભોગ બનનાર ખેડૂતે ONGC પાસે તાત્કાલિક સર્વે કરી યોગ્ય વળતર આપવાની માંગ કરી છે. 

આ સમાચાર શેર કરો