મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

મરણ ચીસોથી ગુંજ્યો સુરતનો નવો રિંગરોડ, ડ્રાઈવરનું એક ઝોકું પિતા-પુત્ર સહિત 3 માટે બન્યું મોતની પથારી

આકરી ગરમી અને બફારાંથી નિરાંતનો શ્વાસ લેવા તથા સંબંધીઓ સાથે સમય પસાર કરવા માટે વાવડિય

મરણ ચીસોથી ગુંજ્યો સુરતનો નવો રિંગરોડ, ડ્રાઈવરનું એક ઝોકું પિતા-પુત્ર સહિત 3 માટે બન્યું મોતની પથારી

આકરી ગરમી અને બફારાંથી નિરાંતનો શ્વાસ લેવા તથા સંબંધીઓ સાથે સમય પસાર કરવા માટે વાવડિયા અને વાઘાણી પરિવારના સભ્યો એકઠાં થયાં હતાં. સુરતના નવા બની રહેલા રિંગ રોડ પર દુઃખિયાના દરબાર નજીક બાઈક સાથે આવેલા પરિવાર પર કાળ બની હોન્ડા સિટી કાર ત્રાટકી હતી. ડ્રાઈવરને એક ઝોકું આવી જતાં પિતા પુત્ર સહિત 3નાં મોત નીપજ્યાં હતાં. જ્યારે 4ને ઈજાઓ પહોંચી હતી. મધરાતે સર્જાયેલા અકસ્માતથી નવા રિંગરોડ પર મોતની ચીચીયારીઓ સંભળાઈ હતી.

ડ્રાઈવરની ઊંઘે નિર્દોષનો ભોગ લીધો

અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કેન્સરગ્રસ્ત સંબંધીના ખબર અંતર પૂછીને પોતાના સુરત સ્થિત નિવાસ સ્થાને પહોંચે તે અગાઉ જ 100થી વધુની સ્પીડે કાર ચલાવતા જિજ્ઞેશ અમૃતલાલ ગોહિલે સાતને કચડી નાખ્યા હતાં. પોલીસના હાથ ઝડપાયેલા જિજ્ઞેશે કહ્યું કે, ઝોકું આવી જતાં કારના સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવી દીધો હતો. જેથી અકસ્માત સર્જાયો હતો. જો કે, ડ્રાઈવરનું એક ઝોકું 3ને કાયમી માટે મોતની પથારી પર સૂવડાવી ગયું હતું.જ્યારે એક ગર્ભવતી સહિતના ચાર લોકો જીવન મરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યાં છે.

કાળની જેમ કાર આવી

સ્થાનિક કમલેશભાઈએ કહ્યું કે, રાત્રિના લગભગ 2 વાગ્યા હશે. અમે કંઈ સમજીએ તે અગાઉ જ એક ધડાકા જેવો અવાજ આવ્યો હતો. દોડીને ગયા ત્યાં તો બાઈકનો કડૂસલો વાળી દઈને કાર આગળ ઉભી હતી. ચાલક બહાર નીકળ્યો અને અમે આસપાસ જોયું કે, ચપ્પલો વિખરાયેલી છે, લોહીના ખાબોચિયામાં લોકો કણસતા હતાં. રાડારાડ થઈ રહી હતી. જો કે આ દ્રશ્ય ખૂબ બિહામણું હતું. ભગવાને કોઈને આવા દ્રશ્યો ન દેખાડે.

મૃતકોનાં નામ

વિયાન દેવેશભાઈ વાઘાણી (ઉં.વ. 6)- પુત્ર
દેવેશભાઈ વાઘાણી- પિતા
સંકેત હિંમતભાઈ વાવડિયા (ઉં.વ. 29)- વિયાનના માસા

આ સમાચાર શેર કરો