મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

કેવી રીતે ભણશે ગુજરાત? એક જ ઓરડાની શાળામાં કાયમી શિક્ષક વગર શિક્ષણમંત્રીના વિસ્તારમાં ચાલતી સ્કૂલ 

સુરત સહિત સમગ્ર રાજ્યમાં કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉ

કેવી રીતે ભણશે ગુજરાત? એક જ ઓરડાની શાળામાં કાયમી શિક્ષક વગર શિક્ષણમંત્રીના વિસ્તારમાં ચાલતી સ્કૂલ 

સુરત સહિત સમગ્ર રાજ્યમાં કન્યાકેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવની ઉજવણી ઢોલનગારા સાથે કરવામાં આવી છે. જો કે, શિક્ષણનું સ્તર ઊંચુ આવવાની જગ્યાએ કથળતું જતું હોય તેવો ઘાટ સર્જાયો છે. ખુદ શિક્ષણમંત્રી એવા પ્રફુલ્લ પાનશેરિયાના મતવિસ્તારમાં  જ શાળાની હાલત કફોડી થઈ ગઈ છે. એક જ ઓરડામાં ચાલતી શાળામાં બાળકોને ભણાવવા માટે કોઈ કામયી શિક્ષક ન હોવાની પણ ફરિયાદ ઉઠી છે.

પ્રવાસી શિક્ષકથી ચાલતી શાળા

આમ આદમી પાર્ટીના નેતાઓએ શિક્ષણમંત્રી પ્રફુલ્લ પાનશેરિયાના મત વિસ્તારના ખડસદ ગામની શાળાની સ્થિતિને ઉજાગર કરી છે. જેના વિષે તેમણે કહ્યું કે, અજાયબી સમાન સ્કૂલ છે. ઝીરો કાયમી શિક્ષકથી આ શાળા ચાલી રહી છે. ખડસદ ગામની આ પ્રાથમિક શાળામાં બે શિક્ષકો છે. જેમાંથી એક કામચલાઉ શિક્ષક અને એક પ્રવાસી શિક્ષક છે. શાળાનો પોતાનો કહી શકાય એવો કાયમી શિક્ષક એક પણ નથી.

શિક્ષણમંત્રી પર આક્ષેપ

આખી શાળાના નામે માત્ર એક જ ઓરડો છે. જેમાં આખી શાળાના બાળકો ભણે છે. એ જ ઓરડામાં આચાર્યની ઓફિસ પણ છે. ત્યારે રાકેશ હીરપરાએ કહ્યું કે, શાળા પ્રવેશોત્સવના નામે સરકારે મોટા તાયફા કર્યા છે. શિક્ષણ મંત્રીના મત વિસ્તારમાં જ આ હાલત છે. તો અન્ય વિસ્તારોની શું હાલત હશે તેની કલ્પના થઈ શકતી નથી. એક વિદ્યાર્થી પાછળ 40 હજારનો ખર્ચ થઈ રહ્યાના આંકડાઓ રજૂ થાય છે. ત્યારે શાસકો દ્વારા આ રૂપિયાનું શું કરવામાં આવતું હશે તે આ શાળાની હાલત પરથી અંદાજ લગાવી શકાય છે.

આ સમાચાર શેર કરો